Uttarajjhayana 29
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 29
- Language
- Gujarati
29
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૮ + વિવેચન [૧/નિર્યુક્તિ-૩૮ + વિવેચન]
પરિમંડલ, વૃત્ત, ત્ર્યસ્ર, ચતુરસ્ર, આયત. તેમાં બહાર વૃત્તપણે અવસ્થિત પ્રદેશજનિત અને અંદર પોલું તે પરિમંડલ. વૃત્ત - તે જ અંદરથી પોલાણ રહિત, જેમ કુંભારનો ચાકળો. ત્ર્યસ્ર - ત્રિલોક. જેમ શૃંગાટકનું. ચતુરસ્ર - ચતુષ્કોણ. જેમ કુંભિકાનું. આયત - લાંબું, જેમ દંડનું. આટલાં જ સંસ્થાન ભેદો છે. ઘન એવું પ્રતર જે ઘનપ્રતર. ---- તેથી એકૈક પરિમંડલાદિ પ્રતર ઘન હોય છે, તેમ જાણવું. તેમાં પહેલું અર્થાત્ પરિમંડલ સંસ્થાન વર્જવું. ઓજઃ પ્રદેશ - વિષમ સંખ્યા પરમાણુક અને જુમ્મ - યુગ્મ પ્રદેશ. અહીં ઘનપ્રતર ભેદ જ વૃત્ત આદિથી ભેદાય છે, તેથી પ્રતરવૃત્ત ઓજપ્રદેશ અને યુગ્મ પ્રદેશ છે. એ પ્રમાણે ઘનવૃત્ત પણ ઓજ પ્રદેશ અને યુગ્મ પ્રદેશ છે. આ પ્રમાણે પરિમંડલ સિવાયના બધામાં કહેવું. પરિમંડલમાં સમ સંખ્યાણુમાં જ તેનો સંભવ હોવાથી આવા પ્રકારના ભેદો અસંભવ છે.
આ પરિમંડલાદિ પ્રત્યેક જઘન્ય અને ઉત્કૃષ્ટ છે. તેમાં ઉત્કૃષ્ટ તે સર્વ અનંતાણુ નિષ્પન્ન અસંખ્ય પ્રદેશાવગાઢ તે એકરૂપતાથી ન કહેલ હોવા છતાં સંપ્રદાયથી જાણવાને શક્ય છે, તેની ઉપેક્ષા કરીને જઘન્ય તો પ્રત્યેક ભેદ અન્યાન્ય રૂપતાથી તે પ્રમાણે નથી, તેને ઉપદર્શનાર્થે કહે છે.