Uttarajjhayana 281
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 281
- Language
- Gujarati
281
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૬૨, ૧૬૩ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૬૨, ૧૬૩ + વિવેચન]
મિથ્યાદૃષ્ટિ જીવો ઉપદૃષ્ટિ પ્રવચનની શ્રદ્ધા કરતા નથી, પણ ઉપદિષ્ટ કે અનુપદિષ્ટ અસત્ભાવની શ્રદ્ધા કરે છે. સમ્યક્ દૃષ્ટિ જીવો ઉપદિષ્ટ પ્રવચનની શ્રદ્ધા કરે છે, અસત્ભાવને અનાભોગ કે ગુરુનિયોગથી સદ્દહે છે.
મિથ્યા - વિપરીત, દૃષ્ટિ-બુદ્ધિથી, જેની છે તે મિથ્યાદૃષ્ટિ જીવ, ગુરુ વડે કહેવાયેલા આગમને આ આમ જ છે, તેમ સ્વીકારતા નથી. કદાચિત્ તેથી વિપરીતની પણ શ્રદ્ધા ન કરે, તેથી કહે છે – અવિદ્યમાન - પરમાર્થથી વિદ્યમાન ભાવો તે, જેમાં જીવ આદિ અભિધેયભૂત છે તેનો સદ્ભાવ ન માનવો તે. સર્વવ્યાપી આદિરૂપ આત્માદિના પ્રતિપાદક કુપ્રવચન, તેને બીજો કહે અથવા સ્વયં માની લે છે.
આ રીતે શ્રદ્ધાનું દુર્લભત્વ જણાવીને હવે તે પ્રાપ્ત થયા પછી પણ તેમાં ઉપઘાત સંભવે છે, તે કહે છે – સમ્યક્ આ શબ્દ પ્રશંસા અર્થમાં નિયાત છે. અથવા જીવાદિ અવૈપરિત્યથી પામે છે, તે સમ્યક્ તથા દૃષ્ટિ જેની છે તે સમ્યગ્ દૃષ્ટિ. તે ઉપદિષ્ટ પ્રવચનને નિઃશંક સ્વીકારે છે. તે શું આ પ્રવચનની જ શ્રદ્ધા કરે છે? તે કહે છે – તેઓ અસદ્ભાવ ને અજ્ઞાન વડે અથવા ધર્માચાર્યના નિયોગ-વ્યાપારથી, જીવાદિ સ્વરૂપને જાણવા છતાં અતત્ત્વને તત્ત્વ રૂપે સ્વીકારે છે.
એ પ્રમાણે પહેલી ગાથા વડે મિથ્યાત્વ હેતુકત્વ અશ્રદ્ધાન કહ્યું. બીજી ગાથા વડે ફરી તેના અભાવમાં પણ અનાભોગ અને ગુરુનિયોગ હેતુથી કહ્યું. એ પ્રમાણે બંને ગાથા વડે શ્રદ્ધાની દુર્લભતા કહી.
આ પ્રમાણે હોવા છતાં કેમ કેટલાંક અત્યંત ઋજુ પણ સંભવે છે? જેઓ સ્વયં આગમનુસારી મતિવાળા હોવા છતાં પણ ગુરુના ઉપદેશથી અન્યથા પણ સ્વીકારે છે. તેથી - જમાલિ વગેરે નિહ્નવોના શિષ્યો તેમની ભક્તિયુક્તતાથી સ્વયં આગમાનુસારી મતિવાળા હોવા છતાં પણ ગુરુના નિમિત્તથી વિપરીત અર્થને પણ સ્વીકાર્યો. - X - X - આ અસદ્ભાવને સ્વીકારનાર કોણ હતા? તે કહે છે –