Uttarajjhayana 282
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 282
- Language
- Gujarati
282
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૬૪ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૬૪ + વિવેચન]
(૧) બહુરત - ઘણી ક્રિયા નિષ્પત્તિ વિષય સિદ્ધાંતમાં રત, અર્થાત્ ઘણાં જ સમયોમાં ક્રિયાનિષ્પત્તિ એ અસત્ભાવને સ્વીકાર્યો. (૨) પ્રદેશી - અત્યંત પ્રદેશે જીવ છે, તેમ કહેનાર. અંત્ય પ્રદેશમાં જ જીવને સ્વીકારે છે. (૩) અવ્યક્ત - અવ્યક્તવાદી, અહીં વ્યક્તપણે આ યતિ છે કે અયતિ ઈત્યાદિ સ્વરૂપથી વસ્તુને જાણવું શક્ય ન બને, તેથી બધું જ અવ્યક્ત છે તેમ સ્વીકારનાર. (૪) સામુચ્છેદ - સામસ્ત્યથી નિરન્વયપણે ઉર્ધ્વ ક્ષણથી ઉપર હોવાથી છેદ - નાશ, તે સમુચ્છેદ, તેને તત્ત્વબુદ્ધિ સામુચ્છેદો કહે છે. - X - X - X - (૫) દ્વિક - બે ક્રિયા વિષયક એક સમયે અનુભવાતું ગ્રહણ કરાય છે. તેને સ્વીકારનારા પણ ઉપચાર દ્વિક કહ્યા. (૬) ત્રિક - જીવ, અજીવ, નોજીવ એ ત્રણ રાશિ છે એવું માનનારાને પણ ‘ત્રિક’ કહે છે. (૭) અબદ્ધિકા - બદ્ધ જીવપ્રદેશ વડે અન્યોન્ય વિભાગથી સંપૃક્ત, ન બંધાયેલ તે અબદ્ધ. અર્થાત્ કર્મ, તેના સ્વીકારના વિષયમાં આ કહેલા છે.
અહીં કોણ કોના શિષ્ય. તે આશંકાના અપોહાર્થે આના નિર્ગમને જણાવવાને સંબંધ કહે છે. આના અનંતર ઉપદર્શિતના, નિર્ગમન - જેની જ્યાં ઉત્પત્તિ તે રૂપ અહીં અનુક્રમથી કહીશું - પ્રતિજ્ઞાત જ કહે છે.