Uttarajjhayana 283
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 283
- Language
- Gujarati
283
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૬૫, ૧૬૬ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૬૫, ૧૬૬ + વિવેચન]
(૧) ‘બહુરત’ મત જમાલિથી નીકળ્યો. આ તીર્થની અપેક્ષાએ તેને પ્રથમ બતાવ્યો છે, સર્વથા પહેલો ઉત્પન્ન થયેલ નથી. કેમકે પૂર્વે પણ આવા પ્રકારે થયેલ સંભવે છે. તે આ જમાલિપ્રભવા. (૨) તિષ્યગુપ્તથી ‘જીવપ્રદેશ’ મત નીકળ્યો. અંત્યપ્રદેશે જીવ જેમાં છે તે પ્રદેશજીવ. (૩) અષાઢાચાર્યથી ‘અવ્યક્તવાદી’ મત નીકળ્યો. (૪) અશ્વમિત્રથી ‘સામુચ્છેદ’ મત નીકળ્યો.
(૫) ગંગાચાર્યથી ‘દ્વેક્રિયા’ મત નીકળ્યો. (૬) ષડ્લુક - છ પદાર્થના પ્રણયનથી અને ઉલૂક ગોત્રત્વથી ષડ્લુક, તેનાથી ત્રૈરાશિક મતની ઉત્પત્તિ. (૭) સ્થિરીકરણકારી તે ગોષ્ઠામાહિલો, કંચુકવત્ સ્પૃષ્ટ. અબદ્ધ - ક્ષીરનીરવત્ અન્યોન્ય અનુગત કર્મ, તેની પ્રરૂપણા કરે છે અને તે સ્થવિરત્વ પૂર્વ પર્યાય અપેક્ષાથી છે, આના વડે ગોષ્ઠામાહિલથી અબદ્ધિકોની ઉત્પત્તિ કહી છે. જે રીતે બહુરતા જમાલિપ્રભવા છે, તે રીતે કહે છે –