Pramāṇa · Search · About · API

Uttarajjhayana 284

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 284

Language
Gujarati

284

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૬૭ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૬૭ + વિવેચન]
વૃત્તિકારશ્રી કહે છે કે આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી આ છે –
તે કાળે તે સમયે કુંડપુર નગર હતું. ત્યાં ભગવંત મહાવીરની મોટી બહેન સુદર્શના નામે હતી. તેણીનો પુત્ર જમાલી હતો. તેણે ભગવંતની પાસે ૫૦૦ ની સાથે દીક્ષા લીધી. તેની પત્ની જે ભગવંતની પુત્રી હતી. તેણીનું નામ અનવદ્યાંગી અને બીજું નામ પ્રિયદર્શના હતું. તેણી પણ ૧૦૦૦ સ્ત્રી સાથે તેની પાછળ પ્રવ્રજિત થઈ. તે બધું વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અનુસાર કહેવું.
જમાલી અણગાર અગિયાર અંગ ભણ્યા. સ્વામીની અનુજ્ઞાથી તે ૫૦૦ ના પરિવાર સાથે શ્રાવસ્તી ગયા. ત્યાં તિંદુક ઉદ્યાનમાં શ્રેષ્ઠક ચૈત્યમાં તેઓ પધાર્યા. ત્યાં તેને અંતપ્રાંત આહારથી રોગ ઉત્પન્ન થયો. બેસી રહેવા પણ સમર્થ ન રહ્યા. ત્યારે તે શ્રમણોને કહે છે – મારા માટે શય્યા સંથારો કરો. તેઓ સંથારો કરવા લાગ્યા. ફરી અધીર થઈને તે પૂછે છે – સંથારો કર્યો? કરાય છે? તે શિષ્યો બોલ્યા – કર્યો નથી, હજી પણ કરાય છે.
ત્યારે જમાલીને વિચાર આવ્યો કે – જે શ્રમણ ભગવન્‌ કહે છે કે - ચાલતું ચાલ્યું. ઉદીરાતું ઉદીરાયું. યાવત્‌ નિર્જરાતુ નિર્જર્યુ તે મિથ્યા છે. આ પ્રત્યક્ષ જ દેખાય છે - શય્યા સંથારો કરાતો અકૃત છે, સંસ્તીર્ય કરાતો અસંસ્તીર્ણ છે. જો આમ છે, તો ચાલવા છતાં અચલિત, ઉદીરાતું છતું અનુદીર્ણ યાવત્‌ નિર્જરાતું છતાં અનિર્જીર્ણ છે. એ પ્રમાણે વિચારે છે, એ પ્રમાણે વિચારીને સાધુઓને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે – જે શ્રમણ ભગવન્‌ મહાવીર એ પ્રમાણે કહે છે કે – ચાલતું ચાલ્યું, ઉદીરાતું ઉદીરાયું યાવત્‌ નિર્જરાતુ નિર્જરાયુ કહે છે, તે મિથ્યા છે. આ પ્રત્યક્ષ દેખાય છે- શય્યા સંથારો કરાતો અકૃત છે, યાવત્‌ તેથી નિર્જરાયું તે પણ અનિર્જીર્ણ જ છે.
પછી જમાલીએ આ પ્રમાણે કહેતાં, કેટલાંક સાધુઓએ આ અર્થની શ્રદ્ધા કરી અને કેટલાંકે તેની શ્રદ્ધા ન કરી. જેમણે શ્રદ્ધા કરી તે સાધુઓ જમાલીનો આશ્રય કરી વિહરવા લાગ્યા. તેમાં જેમણે શ્રદ્ધા ન કરી, તેઓ આ પ્રમાણે કહે છે – ભગવન્‌! આપનો આ આશય છે કે - જેમ ઘટ એ પટ નથી, અથવા પટ એ ઘટ નથી. તેમ ક્રિયમાણ (કરાતું) કૃત નથી, કૃત તે ક્રિયમાણ નથી. જે બે નિશ્ચિત ભેદો છે, તે બંનેનું ઐક્ય નથી, જેમ ઘટ અને પટનું નથી.
નિશ્ચિત ભેદમાં કૃત અને ક્રિયમાણમાં, અહીં અસિદ્ધ હેતુ છે. તેથી કહે છે – કૃત અને ક્રિયમાણક શું એકાંતથી નિશ્ચિત - ભેદ છે. જો એકાંતથી છે તો શું તેના ઐક્ય છતાં પણ કરણ પ્રસંગથી છે? અથવા ક્રિયાનુપરમ પ્રાપ્તિમાં છે? તો શું પ્રથમ આદિ સમયોમાં પણ કાર્યોપલંભ પ્રસક્તમાં છે? તો રથક્રિયા વૈફલ્ય આપત્તિથી છે? અથવા દીર્ઘ ક્રિયાકાળ દર્શનથી અનુપપત્તિ છે?
તેમાં તેના હોવા છતાં પણ કરણપ્રસંગથી છે, તે યુક્ત છે. અસત્‌ કરણમાં જ આકાશના પુષ્પની માફક કરણ પ્રાપ્ત થાય, તેથી કથંચિત્‌ હોવું જ કરણ અમારા વડે સ્વીકારેલ છે, અભ્યુપગત અર્થનું પ્રસંજન યોજાતું નથી.
ક્રિયા અનુપરમ પ્રાપ્તિથી પણ નથી, અહીં ક્રિયા શું એક વિષયક છે કે ભિન્ન વિષયા છે? જો એક વિષયા હોય તો કોઈ દોષ નથી, તેમાં જ જો કૃતને ક્રિયમાણ કહે છે, ત્યારે તેમના મતે નિષ્પન્ન જ કૃત છે. તેની પણ ક્રિયમાણાથી ક્રિયા અનુપરમ પ્રાપ્તિરૂપ દોષ થાય. ‘ક્રિયમાણ તે કૃત નથી.’ એમ કહેવામાં ત્યાં ક્રિયા આવેશ સમય જ કૃતત્વ જણાવે છે. કેમકે ક્રિયાકાળ ઐક્યમાં કૃતના સત્ત્વથી હોવા છતાં કરણમાં તદ્‌ અવસ્થા પ્રસંગ છે, તે અસત્‌ છે. પૂર્વે જ લબ્ધસત્તાકની ક્રિયામાં આ પ્રસંગ થાય. પણ ક્રિયા સમકાળ સત્તા પ્રાપ્તિમાં નહીં. હવે ભિન્ન વિષયા ક્રિયા ત્યારે સિદ્ધસાધન છે. પ્રતિ સમય અન્યાન્ય કારણપણાથી વસ્તુના સ્વીકારથી ભિન્ન વિષય ક્રિયા અનુપરમનો અમારો મત સિદ્ધપણે જ છે.
હવે પ્રથમ આદિ સમયોમાં પણ કાર્યોપલંભ પ્રસક્ત - એ પક્ષ છે. ક્રિયમાણના જ કૃતત્વમાં પ્રથમાદિ સમયોમાં પણ સત્ત્વથી ઉપલંભ પ્રસજ્ય છે. તે પણ નથી. ત્યારે શિવક આદિની જ ક્રિયમાણતા છે, તે ઉપલબ્ધ છે જ. - X - X - ઘટગત અભિલાષાથી મૂઢ શિવકાદિ કરણમાં પણ હું ઘટ કરું છું, એમ માને છે. તેથી કહે છે કે – પ્રતિ સમય કાર્ય કોટી નિરપેક્ષ ઘટગત અભિલાષ છે, પ્રતિ સમય કાર્યકાળ સ્થૂળમતિ ઘટને ગ્રહણ કરે છે.
ક્રિયા વૈકલ્ય આપત્તિથી પણ નહીં. કેમકે પૂર્વે જ પ્રાપ્ત સત્તાકના કરણમાં ક્રિયાનું વૈકલ્ય થાય છે. ક્રિયમાણ કૃતત્વમાં નહીં. તેમાં જ ક્રિયમાણ - ક્રિયા અપેક્ષા છે, તેનું સાફલ્ય જ છે. અનેકાંતવાદીને કોઈપણ રૂપથી પૂર્વે સત્ત્વ છતાં પણ રૂપાંતરથી કરણ દોષને માટે ન થાય.
દીર્ઘ ક્રિયાકાળ દર્શનની અનુપપત્તિ પણ યુક્ત નથી. કેમકે શિવક આદિ ઉત્તરોત્તર પરિણામ વિશેષ વિષય જ દીર્ઘ ક્રિયાકાળનો ઉપલંભ છે, ઘટક્રિયા વિષયક નથી. કહ્યું છે કે – પ્રતિ સમય ઉત્પન્નમાં પરસ્પર વિલક્ષોમાં ઘણાં છે, દીર્ઘ ક્રિયાકાળ જો દેખાય તો આ કુંભનું શું?
હવે કથંચિત્‌ નિશ્ચિત - ભેદકૃત અને ક્રિયમાણમાં છે, તે તીર્થંકરે કહેલ જ છે, નિશ્ચય અને વ્યવહારના અનુગતત્વથી તેના વચનો છે. તેમાં નિશ્ચય નયના આશ્રયથી કૃત અને ક્રિયમાણ અભેદ છે. - X - X -.
વ્યવહાર નયના મતથી આ બંનેનું વિવિધપણું છે. તથા ‘કરાતું જ કર્યું’ છે. ‘કૃત’ને કદાચ ક્રિયમાણ ક્રિયા આવેશ સમયમાં છે, ક્રિયા ઉપરમમાં વળી અક્રિયમાણ છે. તેનાથી અહીં ક્રિયમાણને નિયમથી કરેલ છે તેમ જાણવું અથવા અહીં કિંચિત્‌ ક્રિયમાણને ઉપરતક્રિયા પણ થાય.
વળી આપની મતિ - ક્રિયા અંત્ય સમયે જ અભિમત કાર્ય થાય, તેમાં પણ પ્રથમ સમયથી આરંભીને કાર્યની કેટલીક પણ નિષ્પત્તિ ઈષ્ટ છે. અન્યથા કઈ રીતે અકસ્માત અંત્ય સમયે તે થાય? કહ્યું છે કે – પહેલાં તંતુના પ્રવેશમાં જો કંઈપણ પટમાં ન સ્વીકારાય, તો અંત્ય તંતુ પ્રવેશમાં પણ તે પટનો ઉદય નહીં થાય. તેથી પહેલા, બીજા આદિ તંતુના યોગથી પ્રતિક્ષણ કંઈક કંઈક તે છે જ. અહીં શું કહેવા માંગે છે?
જે ક્રિયાના પહેલ સમયે ન હોય, તે તેના અંત્ય સમયે પણ ન થાય. જેમ ઘટક્રિયાદિ સમયમાં પટ થતો નથી. કૃત અને ક્રિયમાણના ભેદમાં ક્રિયાના આદિ સમયમાં કાર્ય થતું નથી. અન્યથા ઘટના અંત્ય સમયમાં પણ પટની ઉત્પત્તિ થાય છે. - X - X - આ પ્રમાણે સંથારા આદિમાં પણ યોજવું. તેથી તમે સ્વીકાર કરો કે ભગવંતે જે ‘ચાલતું ચાલ્યું’ ઈત્યાદિ વચન કહ્યા છે, તે અવિતથ છે. એ પ્રમાણે કહેવા છતાં તેણે આ સ્વીકાર્યું નહીં. ત્યારે તે સાધુઓ જમાલીની પાસેથી ‘ભગવતી’માં કહ્યા મુજબ ભગવંતના આશ્રયે વિચારવા લાગ્યા.
તે પ્રિયદર્શના પણ જ્યારે ઢંક કુંભકારના ઘેર રહેલી, તેણી ચૈત્યવંદના કરીને આવી ત્યારે જમાલીને વંદનાર્થે આવી, તેણીને પણ જમાલી બહુરત મતની પ્રજ્ઞાપના કરે છે. તેણી પણ વિપ્રતિપન્ન થાય છે. તેના સ્નેહાનુરાગથી ખેંચાઈ પછી આવીને પોતાના સાધ્વીઓને કહે છે, પછી ઢંક શ્રાવકને કહે છે.
ઢંક શ્રાવક જાણે છે કે આ તેના સ્વામીને કારણે વિપરીત મતવાળા થયા છે. ત્યારે તે કહે છે – હું આનો વિશેષ વ્યતિકર જાણતો નથી, એ પ્રમાણે તેણીને કોઈ દિવસે કદાચિત્‌ સ્વાધ્યાય પોરિસી કરતાં ઢંક કુમારે વાસણોને ઊંચા-નીચા કરતા, તેણીની પાસે અંગારો ફેંક્યો. ત્યારે તે સાધ્વીના કપડાંનો એક ભાગ બળ્યો. તેણી બોલી – હે આર્યશ્રાવક! આ મારી સંઘાટી - વસ્ત્ર બળ્યું. ઢંકે કહ્યું કે - તમે જ પ્રરૂપણા કરો છો કે બળતું એવું બળ્યું ન કહેવાય, તો તમારી સંઘાટી કઈ રીતે બળી? ઋજુસૂત્ર નયના મતે વીર જિનેન્દ્રના વચનને આશ્રીને બોલાય કે - ‘બળતું બળ્યું’ તમારા મતે નહીં.
પ્રિયદર્શનાએ ‘તહત્તિ’ કહી, તે વાત સ્વીકારી. હે શ્રાવક! હું પડીચોયણા ઈચ્છું છું. ત્યારે તેણી જઈને જમાલીને કહે છે, જ્યારે તેણે આ વાત ન સ્વીકારી ત્યારે હજારના પરિવારની સાથે જઈને ભગવંત મહાવીરની ઉપસંપદામાં વિચરે છે.
જમાલી પણ ત્યારપછી ચંપા નગરીએ ગયો. ભગવંતની કંઈક નિકટ રહીને ભગવંતને કહે છે – આપ દેવાનુપ્રિયના ઘણાં અંતેવાસી શ્રમણો નિર્ગ્રન્થ છદ્મસ્થ થઈને છદ્મસ્થાવસ્થા છોડ્યા વિના મૃત્યુ પામ્યા પણ હું તે રીતે છદ્મસ્થ થઈને છદ્મસ્થાવસ્થા છોડ્યા વિના નહીં મરું. હું ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અર્હન્‌, જિન, કેવલી થઈને મરીશ.
ત્યારે ગૌતમસ્વામીએ જમાલીને એ પ્રમાણે કહ્યું – હે જમાલી! નિશ્ચે કેવલીને જ્ઞાન કે દર્શન શૈલ કે સ્તંભમાં ક્યારેય આવતું કે જતું નથી. હે જમાલી! જો તું ઉત્પન્ન જ્ઞાન દર્શનધર છે, તો મારા આ બે પ્રશ્નના ઉત્તર આપ - લોક શાશ્વત છે કે અશાશ્વત? જીવ શાશ્વત છે કે અશાશ્વત? ત્યારે જમાલી ગૌતમસ્વામીના પ્રશ્નથી શંકિત, કાંક્ષિત થયો યાવત્‌ ગૌતમસ્વામીને તે કંઈપણ ઉત્તર આપવા સમર્થ ન થતાં મૌન ધરીને ઊભો રહ્યો.
હે જમાલી! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે જમાલીને આ પ્રમાણે કહ્યું – હે જમાલી! મારા ઘણાં શિષ્યો છદ્મસ્થ હોવા છતાં આ પ્રશ્નનો ઉત્તર આપવાને સમર્થ છે, જે પ્રમાણે હું આપી શકું છું. પણ તું જેવી ભાષા બોલે છે, તેવી ભાષા બોલવી ન જોઈએ. આ લોક શાશ્વત છે, તે ક્યારેય ન હતો તેમ નથી, નથી તેમ પણ નહીં, નહીં હશે તેમ પણ નથી. લોક હતો, છે અને રહેશે. યાવત્‌ લોક નિત્ય છે. હે જમાલી! લોક અશાશ્વત પણ છે, કેમકે ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે, વળી અવસર્પિણી થઈને ઉત્સર્પિણી થાય છે. તિર્યંચયોનિક થઈને મનુષ્ય થાય છે, મનુષ્ય થઈને દેવયોનિમાં પણ જાય.
ત્યારે તે જમાલી, ભગવંતે આમ કહેવા છતાં આ અર્થની શ્રદ્ધા કરતા નથી, અશ્રદ્ધા કરતો ભગવંત પાસેથી નીકળી જાય છે. નીકળીને ઘણાં જ અસત્‌ ભાવોદ્ભાવના વડે મિથ્યાવ અભિનિવેશોથી પોતાને, બીજાને અને ઉભયને વ્યુદ્ગ્રાહિત કરતો ઘણાં વર્ષો શ્રામણ્ય પર્યાયને પાળે છે. ઘણાં છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરે છે. તપ કરીને અર્ધમાસિકી સંલેખના વડે આત્માને સ્થાપિત કરે છે, તપમાં સ્થાપીને ત્રીશ ભક્તોનું અનશન વડે છેદન કરે છે. છેદીને તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને લાંતક કલ્પમાં તેર સાગરોપમ સ્થિતિક દેવોમાં કિલ્બિષિક દેવમાં દેવપણે ઉત્પન્ન થયો. એ પ્રમાણે જેમ ભગવતી સૂત્રમાં કહ્યું છે તેમ અંત કરશે.
આ જોઈને ઘણાં જીવો રત થયા, તેથી બહુરત કહે છે અથવા ઘણાં સમયોમાં કાર્ય સિદ્ધિને માનવામાં રત-આસક્ત તે બહુરતા.
(૨) તિષ્યગુપ્ત - જીવપ્રદેશનો મત જેમ કહ્યો, તે જણાવે છે –

Linked texts (1)