Uttarajjhayana 285
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 285
- Language
- Gujarati
285
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૬૮ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૬૮ + વિવેચન]
વૃત્તિકારશ્રી આ ગાથાનો ભાવાર્થ સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે –
ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૧૬ વર્ષે બીજો નિહ્નવ ઉત્પન્ન થયો તે આ પ્રમાણે – તે કાળે તે સમયે રાજગૃહમાં ગુણશીલ ચૈત્યમાં ‘વસુ’ નામે આચાર્ય. જે ચૌદપૂર્વી હતા. તે પધાર્યા. તેમને તિષ્યગુપ્ત નામે શિષ્ય હતો. તે આત્મપ્રવાદ પૂર્વમાં આ આલાવો ભણતા હતા - ભગવન્! એક જીવપ્રદેશને જીવ એમ કહેવાય? ના, આ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બે પ્રદેશે જીવ કહેવાય? ત્રણ પ્રદેશે જીવ કહેવાય? સંખ્યાત પ્રદેશે? યાવત્ એક પ્રદેશ ન્યૂન હોય ત્યારે પણ ‘જીવ’ એવી વક્તવ્યતા ન થાય. કેમકે સંપૂર્ણ-પ્રતિપૂર્ણ લોકાકાશ પ્રદેશ સમતુલ્ય પ્રદેશે જીવની વક્તવ્યતા કહી છે.
આ વાતે તિષ્યગુપ્ત વિપરીત પરિણામી થયો. જો બધાં જીવ પ્રદેશોમાં એક પ્રદેશ હીન હોય ત્યારે જીવનો વ્યપદેશ ન થાય. ત્યારે તે જે પ્રદેશ રહ્યો, તે પ્રદેશે જીવ છે, તે જ જીવનો વ્યપદેશ છે.
તે આ પ્રમાણે વિપરીત બોલે છે, ત્યારે સ્થવિરોએ કહ્યું – હે ભદ્ર! તારો આશય આવો છે કે - જેમ સંસ્થાન જ છે, ઘટ, તેનાથી તે રૂપ, તેનો અંત્યદેશ જ તદ્રૂપ હોવાથી જીવ પણ તે જ છે.
જેમાં હોવાથી જે હોય તે તદ્રૂપ કહેવાય. જેમ સંસ્થાન જ હોવાથી તદ્રૂપ ઘટ થાય છે. અંત્યદેશ હોવાથી જ આત્મા હોય છે, અહીં અસિદ્ધ હેતુ છે. તેથી કહે છે – આત્મા અંત્યપ્રદેશમાં જ કેમ હોય? શું શેષ પ્રદેશો હોતા આત્મા ન હોય? તો પછી આ શેષ પ્રદેશોનું શું? તેમાં કોઈ વિશેષતા છે કે નહીં?
જો નથી તો શું શેષ પ્રદેશ ભાવમાં પણ સદ્ભાવ છે? જો વિશેષતા છે તો શું તે પૂરણત્વ છે? ઉપકારિત્વ છે? આગમ અભિહિતત્વ છે? એમ કહીને આ ત્રણે વિચારણાની ચર્ચા રજૂ કરે છે –
જો પૂરણત્વ છે, તો શું વસ્તુથી છે કે વિવક્ષાથી છે? વસ્તુથી જો હોય તો શું આનું જ પૂરણત્વ છે? બાકીના પ્રદેશોનું નથી? હવે જો આ અંત્યત્વથી છે, અંત્યત્વ પણ આત્મપ્રદેશની અપેક્ષાથી કે તેનાથી રોકાયેલા આકાશપ્રદેશની અપેક્ષાથી છે? આત્મપ્રદેશની અપેક્ષાથી નથી, આત્મ પ્રદેશોના કથંચિત્ ભાગમાં વર્તમાનત્વથી અનવસ્થિત આ અંત્ય કે અનંત્ય એવા વિભાગનો અભાવ છે અને જે આઠ સ્થિર છે, તે મધ્યવર્તી જ છે. તેણે રોકેલ આકાશ પ્રદેશની અપેક્ષાથી પણ નથી, તેના બધી દિશામાં પર્યન્તના સંભવથી એક જ અંત્યનો અભાવ છે. દેશાંતર સંચારમાં પણ અનવસ્થિતપણે છે.
વસ્તુતઃ અંત્યનું પૂરણત્વ જ નથી. કેમકે બીજા વગેરેનું પણ પૂરણત્વ છે. અન્યથા તેવા-તેવા વ્યપદેશની અનુપપત્તિ થાય. વિવક્ષાથી પણ તેમ નથી. કેમકે આ પોતાનું છે કે બધાં પુરુષોનું? મેળવાં પુરુષોનું હોય તો આની નિયતા નથી. બધાં આપને અભિમત પૂરણને કહેતા નથી, પોતાનું પણ કહેતા નથી. તો પછી આનું પણ નિયતપણું ક્યાંથી? તેથી અંત્યપણાથી આનું પણ નિયતપણું કઈ રીતે હોય?
‘ભગવન્! એક જીવપ્રદેશમાં જીવ છે તેવી વક્તવ્યતા છે,’ ઈત્યાદિ નિરૂપણમાં પર્યન્ત થવાથી હોય, તો નિયમ જ ક્યાંથી રહે? વિવક્ષા નૈયત્ય અન્યત્વથી છે. તે નૈયત્યની નિરૂપણામાં પર્યન્ત થવાથી, તે નિયમ પણ વિવક્ષા નિયમથી છે. એ પ્રમાણે ચક્રવત્ ફરી-ફરી આવર્ત્ત થાય છે. જો પૂરણત્વ એત્યનું વિશેષ છે, ત્યારે તે શેષ પ્રદેશની અપેક્ષાથી જ અંત્ય વિના ભાવિત્વમાં તેનું અવિનાભાવિત્વ પણ બળથી આવી પડે છે. સકલ પ્રદેશ અવિના-ભાવિત્વથી તે રૂપ જ સિદ્ધિ છે. તેમાં કોઈ ઉપકારીત્વ વિશેષ નથી. તે કારણે તેનાથી બીજામાં પણ તે કેમ નથી? શું તે આત્મ પ્રદેશો નથી? અથવા આત્મ પ્રદેશત્વમાં પણ એક જ છે? પણ ત્યાં પહેલો પક્ષ નહીં ટકે. કેમકે સર્વે આત્મ પ્રદેશત્વથી વાદી-પ્રતિવાદીને ઈષ્ટપણે છે. હવે આત્મ પ્રદેશત્વમાં પણ એક છે, એકત્વ તો તેમના મતે અંત્ય પ્રદેશ સહાયકતા પ્રભાવથી પરસ્પર સાહાયક વિરહથી છે? જો તેમના મતે અંત્ય પ્રદેશ સહાયકના અભાવથી બાકીના પ્રદેશોનું ઉપકારીત્વ છે, તો તેમના મતના અંત્યનો પણ તેના સહાયકમાં અસત્પણે જ છે. ઘણાંને ઉપકારીત્વ અને એકનો તેમાં અભાવ યુક્ત છે. કેમકે પરસ્પર સહાયક અસત્ત્વપણે છે.
તેથી તો શું તમારો કલ્પિત અંત્ય પ્રદેશથી ન્યૂનત્વ કે તેનો અભાવ છે? જો ન્યૂનત્વ છે તો શું શક્તિથી છે કે અવગાહનાથી છે? શક્તિથી તો છે નહીં. એક પટ તંતુની જેમ એક આત્મપ્રદેશનો તેથી ન્યૂનત્વ યોગથી છે, અવગાહનાથી નથી. આના બધાં જ એક-એક આત્મ પ્રદેશગાહીત્વથી તુલ્યપણે છે. તેના અભાવ પક્ષમાં અંત્યપ્રદેશનું જ બાકીના પ્રદેશોનું પણ ઉપકારીત્વ સિદ્ધ જ છે. આગમ અભિહિતત્વ અને વિશેષથી કહેતા તેની અન્યતા જ સૂચવે છે.
તેથી આગમ વચન પ્રગટ જ છે – ‘સંપૂર્ણ પ્રતિપૂર્ણ લોકાકાશ પ્રદેશ તુલ્ય પ્રદેશે જીવ છે તેમ કહેવું. તેથી જેમ બધાં પ્રદેશો વડે પટ તદરૂપ થાય તેમ બધાં દેશોમાં આત્મા પણ તદરૂપ થાય છે.’
જે જેનો સ્વપ્રદેશ અવિનાભાવી છે, તે તદરૂપ છે. જેમ ઘડો. એ પ્રમાણે જીવને પણ જાણવો. આ પ્રમાણે પ્રરૂપણા કરવા છતાં જ્યારે સ્થિર ન થયો ત્યારે તેનો ત્યાગ કરવામાં આવ્યો.
એ પ્રમાણે તિષ્યગુપ્ત ઘણી અસદ્ભાવના વડે મિથ્યાત્વ અભિનિવેશથી પોતાને, બીજાને અને ઉભયને વ્યુદ્ગ્રાહિત કરતો અમલકલ્પા નગરીએ ગયો. ત્યાં આમ્રશાલ વનમાં રહ્યો.
ત્યાં ‘મિત્રશ્રી’ નામે શ્રાવક હતો. તેના સહિત બીજા પણ નીકળીને સાધુઓ આવ્યા છે જાણીને ત્યાં આવ્યા. મિત્રશ્રી જાણતો હતો કે આ નિહ્નવો છે. પણ તિષ્યગુપ્ત પ્રરૂપણા કરે છે, તો પણ માયા સ્થાનને સ્પર્શીને મિત્રથી ધર્મ સાંભળે છે. તિષ્યગુપ્તનો વિરોધ પણ કરતો નથી.
જ્યારે મિત્રશ્રીને ત્યાં વિપુલ વિસ્તીર્ણ સંખડી થઈ, ત્યારે સાધુઓએ નિમંત્રણા કરે છે. આપ મારે ઘેર પગલાં કરવા પધારો. એ પ્રમાણે તિષ્યગુપ્ત આદિ આવ્યા. ત્યારે તેમના દ્વારા બનાવાયેલ તે વિપુલ ખાદ્યને લાવ્યા. ત્યારે તે એક-એક ટુકડો ટુકડો બધી વસ્તુનો વહોરાવે છે. જરા ભાત, થોડી દાળ, વસ્ત્રનો ખંડ ઈત્યાદિ.
તિષ્યગુપ્તાદિએ વિચાર્યું કે આ પછીથી બધું આપશે. ત્યારપછી મિત્રશ્રી પગે પડ્યો અને સ્વજનોને કહ્યું કે – વંદન કરો. સાધુઓને પ્રતિલાભિત કર્યા. અહો! હું ધન્ય છું કે આપ મારે ઘેર પધાર્યા. ત્યારે તિષ્યગુપ્તે કહ્યું કે – કેમ અમારું અપમાન કરો છો? મિત્રશ્રી બોલ્યો – કેમ આપનો જ સિદ્ધાંત છે કે પર્યન્ત અવયવ માત્ર જ અવયવી છે. જો તે વાત સત્ય હોય તો પછી અપમાન કઈ રીતે થયું?
અથવા ‘મિચ્છામિ દુક્કડં’ આપે મને આપને સિદ્ધાંતથી લાભ આપ્યો. હવે આપને ભગવંત મહાવીરના સિદ્ધાંત પ્રમાણે પ્રતિલાભીશ. એ પ્રમાણે કહેતા સાધુ બોધ પામ્યા. હે આર્ય! આપે મને સમ્યક્ રીતે પ્રેરણા કરી. ત્યારપછી શ્રાવકે પ્રતિલાભિત કરી, મિચ્છામિ દુક્કડં આપ્યું.
એ પ્રમાણે તિષ્યગુપ્તાદિ બધાં બોધ પામીને આલોચના અને પ્રતિક્રમણ કરીને વિચરે છે.
હવે આષાઢાચાર્ય નિમિત્તે ઉત્પન્ન ‘અવ્યક્તો’ ને કહે છે –