Uttarajjhayana 286
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 286
- Language
- Gujarati
286
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૬૯ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૬૯ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી આ પ્રમાણે જણાવે છે –
તે કાળે તે સમયે શ્રમણ ભગવંતને ૨૧૪ વર્ષ સિદ્ધિ ગયાને થયા. ત્યારે ત્રીજો નિહ્નવ ઉત્પન્ન થયો.
શ્વેતાંબી નગરીમાં પોલાસ નામે ઉદ્યાન હતું. ત્યાં આર્ય અષાઢ નામે આચાર્ય અને વાચનાચાર્ય હતા તે પધાર્યા. તેમને ઘણાં શિષ્યો આગાઢ યોગ સ્વીકારીને ભણતાં હતાં. આષાઢાચાર્યને રાત્રિમાં વિસૂચિકા થઈ. તેણે વાયુ વડે નિરોધ કર્યો. કોઈને ઉઠાડ્યા નહી. યાવત્ તે કાલધર્મ પામ્યા. સૌધર્મકલ્પમાં નલિનીગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાન પ્રયોજ્યું. પોતાનું શરીર જોયું, તે સાધુઓને આગાઢ યોગમાં રહેલા જોયા. સાધુઓ પણ જાણતા ન હતા ત્યારે તે જ શરીરમાં તે દેવે પ્રવેશ કર્યો. પછી બધાંને ઉઠાડ્યા, વૈરાત્રિક કરાવ્યું. એ પ્રમાણે તેમના દિવ્ય પ્રભાવથી બધાંને અધ્યયન પ્રાપ્ત થતાં યોગ પૂરા કર્યા.
યોગ નિષ્પન્ન થયા પછી તેઓને કહ્યું – હે ભગવંતો! આપ મને ક્ષમા કરજો. કેમકે મેં અસંયતને વંદન કરાવ્યા. હું અમુક દિવસે કાળધર્મ પામેલો. એ પ્રમાણે તે ખમાવીને ગયા. સાધુઓએ પણ ગુરુના તે શરીરનો ત્યાગ કરીને આવો અભ્યર્થિત સંકલ્પ બધાંએ સ્વીકાર્યો કે આટલો કાળ આપણે અસંયતને વંદન કર્યું તેથી અવ્યક્ત ભાવ ભાવે છે. અર્થાત્ બધું જ અવ્યક્ત છે. કોણ સંયત છે? અને કોણ દેવ છે? એ કોણ જાણે છે. તેથી મૃષાવાદ ન થાય અને અસંયતોને વંદન પણ ન થાય, જ્યાં સુધી આપણે પરસ્પર વિશ્વાસ ન બેસે કે - આમાં કોઈ સંયત છે કે નહીં? ત્યાં સુધી વંદનાદિ ન કરવા.
(સાધ્વીઓને કહ્યું –) તમારે પણ એ પ્રમાણે જ કહેવું કે - એ પ્રમાણે સંયતી છે કે દેવી છે, અમે જાણતા નથી. આ પ્રમાણેના અસત્ભાવથી તેઓ પોતાને, બીજાને અને ઉભયને વ્યુદ્ગ્રાહિત કરતાં વિચરવા લાગ્યા.
સ્થવિરોએ તેમને અનુશાસિત કરવાનો આરંભ કર્યો કે - હે દેવાનુપ્રિયો! તમે જે આવું કહો છો કે - જ્યાં સુધી કોઈ જ્ઞાન વડે નિશ્ચય ન થાય ત્યાં સુધી વસ્તુ તત્ત્વના નિશ્ચયના અભાવે બધું અવ્યક્ત જ છે.
અહીં તેઓ એવું કહે છે કે – જે જ્ઞાન છે, તે નિશ્ચયકારી નથી. જેમકે આ આચાર્યગોચર જ્ઞાન છે, આ જ્ઞાન યતિ આદિ વિષય વેદન છે. અનિશ્ચયકારિત્વમાં જ્ઞાનના નિશ્ચયના અધીનત્વથી વસ્તુ વ્યક્તિમાં અવ્યક્તત્વની સિદ્ધિ છે.
આ અનુમાન જ્ઞાન જ છે, તો તે પણ નિશ્ચયકારી છે કે નહીં? જો નિશ્ચયકારી છે, તો જેમ આના જ્ઞાનીત્વ છતાં પણ નિશ્ચયકારિતા છે. તે પ્રમાણે જ્ઞાનાંતરમાં પણ વિપર્યય સાધનથી વિરુદ્ધ હેતુ થાય. જો નિશ્ચયકારી ન હોય તો આ પ્રયોગ જ ફોગટ છે. કેમકે સ્વ-સાધનનો નિશ્ચય કરતો નથી. બાકીના જ્ઞાનોનો નિષેધ કર્યો નથી, તે જ નિશ્ચયકારિતા છે.
અથવા જો ‘જે જ્ઞાન છે, તે નિશ્ચયકારી નથી’ આ પ્રતિજ્ઞામાં સર્વથા નિશ્ચયકારિત્વનો અભાવ કોઈક સાધે તો? જો સર્વથા કહો, તો શ્રુતજ્ઞાનનો પણ જ્ઞાનપણાથી અનિશ્ચયકારિત્વમાં સ્વર્ગ-અપ્વર્ગ સાધકત્વથી તેમાં ઉપદર્શિત તપ વગેરેમાં પણ અનિશ્ચયથી તો શિરલુંચન આદિ પણ કેમ અનર્થક નહીં થાય?
હવે તેના સ્વયં અનિશ્ચયકારિત્વમાં પણ તેને કહેનાર તીર્થંકરમાં વિશ્વાસથી તેનું પણ નિશ્ચતકારિતા છે તેમાં દોષ નથી. તો પછી તેના આલય વિહારાદિ દર્શનથી યતિ આદિમાં પણ તેના ભાવ નિશ્ચયથી વંદના વિધિ કેમ નહીં? - X - X - સર્વથા નિશ્ચયકારિત્વના અભાવમાં જ્ઞાનના પ્રતિદિન ઉપયોગી ભોજન-પાનાદિ ભક્ષ્યાદિ વિભાગનો અભાવ જ પ્રાપ્ત થાય. - X - X - કોણ જાણે છે કે શું શુદ્ધ છે કે શું અશુદ્ધ છે? શું સજીવ છે અને શું અજીવ છે? શું ભક્ષ્ય છે અને શું અભક્ષ્ય છે? તે બધું પ્રાપ્ત અભક્ષ્ય જ છે.
હવે કથંચિત જ નિશ્ચયકારિત્વનો અભાવ સાધે છે, જેથી પ્રતિ સમય અન્યાન્ય સૂક્ષ્મ પરિણામ રૂપથી ભોજનાદિનો નિશ્ચય કરવાનું શક્ય નથી. સ્થિર સ્થૂલતારૂપતાથી ભોજનાદિનો નિશ્ચય કરવાનું શક્ય નથી. સ્થિર સ્થૂલરૂપતાથી જ નિશ્ચય કરાય છે, તેમાં ઉક્ત દોષ નથી એમ હોવાથી યતિ આદિમાં પણ અંતર પરિણામ રૂપથી અનિશ્ચય તે બાહ્ય વેશાદિ રૂપથી નિશ્ચય જ છે.
હવે યતિ આદિમાં પ્રકૃત આચાર્યવત્ અન્યથાત્વ પણ સંભવે છે. આ અરિષ્ટ આદિના વશથી ભોજનાદિમાં પણ સમાન છે. જો નિશ્ચય નયથી નિશ્ચયને કરવો અશક્ય હોવાથી ઘણો દૃષ્ટિ સંવાદ ભોજનાદિ જ્ઞાન વ્યવહારથી નિશ્ચયકારી છે, ત્યારે યતિ આદિનું જ્ઞાન પણ તેનાથી તે પ્રમાણે હશે. આ યુક્ત છે. છદ્મસ્થાવસ્થામાં વ્યવહાર નયના આશ્રયથી બધું શ્રેષ્ઠ છે, અન્યથા તીર્થનો જ ઉચ્છેદ થાય.
કહ્યું છે કે – છદ્મસ્થની સમયચર્યા બધી વ્યવહાર નયાનુસાર છે.
તેને તે પ્રમાણે આચરતા વિશુદ્ધ મનથી બધું જ શુદ્ધ થાય છે, જો જિનમતને સ્વીકારો છો તો વ્યવહાર અને નિશ્ચય એકેના છોડતા નહીં. વ્યવહાર નયના ઉચ્છામાં અવશ્ય તીર્થનો ઉચ્છેદ થાય છે.
જે જ્ઞાન ઘણું કરીને દૃષ્ટિસંવાદ છે, તે સંવ્યવહારથી સત્ય છે, ભોજનાદિવત્ વિજ્ઞાન, વસ્તુ વ્યક્ત છે, તેને ઈચ્છવી જોઈએ.
આમ સમજાવવા છતાં પણ જ્યારે તે સાધુઓ ન સમજ્યા ત્યારે તેમને બાર પ્રકારના કાયોત્સર્ગ વડે ગચ્છ બહાર કાઢી મૂક્યા.
રાજગૃહ નગરે તેઓ ગયા. ત્યાં મૌર્યવંશ પ્રસૂત બલભદ્ર નામે રાજા શ્રાવક હતો. તેણે તે જાણ્યું. જ્યારે આવ્યા ત્યારે રાજાએ કોટવાળોને આજ્ઞા કરી કે - જાઓ, ગુણશીલ ચૈત્યે રહેલા સાધુઓને અહીં લઈ આવો.
ત્યારે કોટવાળો તેમને લઈ આવ્યા. રાજાએ કહ્યું કે, લઘુ કટક મર્દ વડે આમનું મર્દન કરો. ત્યારે હાથીનું કટક લાવતાં સાધુઓ બોલ્યા કે - અમે જાણીએ છીએ કે તું શ્રાવક છો. રાજા બોલ્યો - અહીં શ્રાવક ક્યાંથી હોય? તમે અહીં કોઈ ચોર કે જાસૂસાદિ છો કોણ જાણે? તેઓ બોલ્યા - અમે શ્રમણ નિર્ગ્રન્થો છીએ. રાજાએ પૂછ્યું - તમે કઈ રીતે શ્રમણો છો? તમે અવ્યક્તો છો. કોણ જાણે તમે શ્રમણો છો કે જાસૂસ છો? હું શ્રાવક છું કે નથી?
તેથી પહેલાં તમે વ્યવહાર નયનો સ્વીકાર કરો. ત્યારે તેઓ બોધ પામ્યા, લજ્જા પામ્યા, નિઃશંકિત થઈને સ્વીકાર્યું - X - તેમને મુક્ત કર્યા અને ખમાવ્યા. તેઓ પણ સંબોધિત થયા.
જે પ્રમાણે અશ્વમિત્રએ સામુચ્છેદ મત કાઢ્યો, તે કહે છે –