Pramāṇa · Search · About · API

Uttarajjhayana 30

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 30

Language
Gujarati

30

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૯ થી ૪૧ + વિવેચન [૧/નિર્યુક્તિ-૩૯ થી ૪૧ + વિવેચન]
સંસ્થાનોમાં વૃત્તના પાંચ, બાર, સાત અને બત્રીશ ભેદો છે. ત્ર્યસ્રના ત્રણ, છ, પાંત્રીશ, ચાર ભેદો છે. ચતુરસ્રના નવ, ચાર, સત્તાવીશ અને આઠ ભેદો છે, આયતના ત્રણ, બે, પંદર, છ ભેદો છે. આયત સંસ્થાનમાં પિસ્તાળીશ, બાર, છ ભેદો થાય અને પરિમંડલમાં ૨૦ તથા ૪૦ ભેદો થાય.
આયત માં છ ભેદ અભિધાનના અવ્યાપિત્વથી પૂર્વે ન કહ્યા છતાં શ્રેણિગત બે ભેદ અધિકનો ત્યાં સંભવ છે. તથા પરિમંડલાદિત્વમાં પણ સંસ્થાનોના વૃત્તાદિ ભેદોનો ઓજઃ પ્રદેશ પ્રતરાદિના અનંતરોદ્દિષ્ટત્વથી પ્રત્યાસત્તિ ન્યાયથી યથાક્રમ પંચક આદિથી પહેલાં ઉપદર્શન કર્યું. પછી પરિમંડલના બે ભેદોનું ઉપદર્શન કરવું. તેમાં ઓજઃ પ્રદેશ પ્રતર-વૃત્ત પાંચ અણુ નિષ્પન્ન પાંચ આકાશ પ્રદેશાવગાઢ. તેમાં અહીં એક અણુ અંતરથી સ્થાપવું. ચારે - પૂર્વાદિ દિશામાં એક-એકની સ્થાપના કરવી.
આ પ્રમાણે વૃત્તિકારશ્રીએ ઉક્ત નિર્યુક્તિ-૩૯ થી ૪૧-ના અર્થ પ્રમાણે પાંચ, બાર, સાત, બત્રીશ, ત્રણ, છ ઈત્યાદિ ભેદોની સ્થાપના આકૃતિ સહિત દર્શાવેલ છે. જિજ્ઞાસુઓએ આકૃતિ અને તેની સ્થાપનાની રીત મૂળ વૃત્તિમાં જોવી. અમે અહીં માત્ર પહેલી સ્થાપના ઉપર દર્શાવી છે. બાકી યથાયોગ્ય જાણી લેવી.
પરમાણુનો ઈતરેતર સંયોગ કહ્યો. હવે તેના જ પ્રદેશોને કહે છે –

Linked texts (1)