Pramāṇa · Search · About · API

Uttarajjhayana 292

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 292

Language
Gujarati

292

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૭૫ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૭૫ + વિવેચન]
આ નિર્યુક્તિ સંબંધે વૃત્તિકાર કહે છે – આનો અર્થ સંપ્રદાયથી જાણવો તે આવશ્યક ચૂર્ણિથી જાણવો. છતાં કંઈક વિશેષ ઉપયોગી અહીં કહે છે –
ભગવંત મહાવીરના સિદ્ધિગમન પછી ૫૮૪ વર્ષો ગયા પછી આ ‘અબદ્ધિક’ મત દશપુર નગરમાં ઉત્પન્ન થયો.
તે દેવેન્દ્ર વડે વંદાયેલ આર્યરક્ષિત દશપુર નગરે ગયા. મથુરામાં કોઈ અક્રિયાવાદી ઉત્પન્ન થયો છે, જેમકે – માતા નથી, પિતા નથી. એ પ્રમાણે નાસ્તિ - નથી, ‘નથી એમ કહેનારો.’ ત્યાં સંઘ ભેગો થયો. તેમાં કોઈ ‘વાદી’ ન હતા. તેથી આમને જ વાદી રૂપે પ્રવર્તાવો. આ આર્યરક્ષિત યુગપ્રધાન છે. ત્યારે ત્યાં આવ્યા. તેમને સંઘે બધી વાત કરી.
ત્યારે તેમણે ગોષ્ઠામાહિલને વાદ માટે મોકલ્યો. કેમકે તેને વાદ લબ્ધિ હતી. તેણે વાદમાં પરાજિત કર્યા. ત્યાં શ્રાવકોની વિનંતી હતી કે અહીં વર્ષારાત્ર - ચોમાસું રહો. તે વખતે આચાર્ય વિચારે છે કે - અહીં ગણને ધારણ કરનાર કોણ હશે? ત્યારે તેને વિચાર આવ્યો કે - દુર્બલિકા પુષ્પમિત્ર, તે માટે યોગ્ય પાત્ર છે. વળી તેનો સ્વજન વર્ગ પણ ઘણો છે. તેઓને ગોષ્ઠામાહિલ અને ફલ્ગુરક્ષિત આદિ પણ અનુમત હતા. ગોષ્યા-માહિલ આચાર્યના મામા થતા હતા. ત્યાં આચાર્યએ બધાં સાધુઓને બોલાવીને એક દૃષ્ટાંત આપ્યું –
ત્રણ પ્રકારના કુટ - ઘડા હોય છે. નિષ્પાવકુટ, તૈલકુટ, ઘૃતકૃટ. તેને જો ઉંધા વાળવામાં આવે તો નિષ્પાવ (અડદ) બધાં જ નીકળી જાય છે. તેલ પણ ઢોળાઈ જાય છે, છતાં તેના અવયવો કિંચિત્‌ લાગેલા રહે છે. જ્યારે ઘીના કુટમાં ઘણાં અવયવો ચોંટેલા રહે છે.
એ પ્રમાણે હે આર્યો! હું આ દુર્બલિકા પુષ્પમિત્ર પ્રતિ સૂત્ર, અર્થ અને તદુભયમાં નિષ્પાવ (અડદ)ના કુટ સમાન છું. ફલ્ગુરક્ષિત પ્રતિ તૈલના કુટ સમાન છે અને ગોષ્ઠામાહિલ પ્રતિ ઘીના કુટ સમાન છે.
એ પ્રમાણે આ સૂત્ર વડે અને અર્થ વડે યુક્ત તમારા આચાર્ય થાઓ. તે બધાંએ પણ દુર્બલિકા પુષ્પમિત્રને તે પ્રમાણે સ્વીકાર્યા. બીજા પણ બોલ્યા કે જે પ્રમાણે હું ગોષ્ઠામાહિલ અને ફલ્ગુરક્ષિત પ્રત્યે વર્ત્યો, તેમ તમારે બધાંએ પણ વર્તવું જોઈએ. તે સાધુઓ પણ બોલ્યા કે જેમ આપ અમારી સાથે વર્ત્યા, તે પ્રમાણે આપણે પણ વર્તવું.
એ પ્રમાણે બંને પણ વર્ગોને કહીને આર્યરક્ષિતે ભક્ત-પ્રત્યાખ્યાન કર્યું. પછી કાળધર્મ પામીને દેવલોકે ગયા.
ગોષ્ઠામાહિલે પણ સાંભળ્યું કે - આચાર્ય ભગવંત આર્યરક્ષિત કાળધર્મ પામ્યા ત્યારે આવીને પૂછ્યું કે - ગણધર રૂપે કોને સ્થાપ્યા? તેમની પાસેથી કુટનું દૃષ્ટાંત સાંભળ્યું. ત્યારે અલગ ઉપાશ્રયમાં રહ્યા પછી આવ્યા.
ત્યારે તે બધાં સાધુ ઉભા થયા અને અહીં જ સાથે રહો, તેમ કહ્યું પણ ગોષ્ઠામાહિલને તે વાત રુચી નહીં. તે બહાર રહ્યા અને બીજા બીજાને વ્યુદ્ગ્રાહિત કરવા લાગ્યા. પણ તેમ કરી ન શક્યા.
આ તરફ આચાર્ય અર્થપોરિસી કહે છે, પણ તે સાંભળતો નથી. વળી બોલ્યો કે - આપ અહીં ‘નિષ્પાવકૂટ’ કહેવાઓ છો. તેઓ ઉભા થયા પછી વિંધ્યમુનિ અનુભાષણ કરે છે. આઠમાં કર્મ પ્રવાદ પૂર્વમાં કર્મની પ્રરૂપણા કરે છે. જીવ અને કર્મનો બંધ કઈ રીતે છે?
ત્યારે તેઓ બોલ્યા - બર્ધ, સ્પૃષ્ટ અને નિકાચિત. બદ્ધ - જેમ સોયનો સમૂહ હોય તેમ જાણવો. સ્પૃષ્ટ - જેમ ઘણ વડે તેને નિરંતર કરાયેલ હોય તેવો. નિકાચિત એટલે તપાવીને, કુટીને એકરૂપ કરેલ હોય તે.
એ પ્રમાણે કર્મો પણ જીવ રાગ અને દ્વેષ વડે પહેલાં બાંધે છે. પછી તેના પરિણામોને છોડ્યા વિના સ્પૃષ્ટ કરે છે, તે જ સંક્લિષ્ટ પરિણામથી તેને ન છોડતાં કિંચિત્‌ નિકાચના કરે છે.
નિકાચિત તે નિરૂપક્રમ છે. ઉદયથી વેદાય છે. અન્યથા તે કર્મો વેદાતા નથી. ત્યારે ગોષ્ઠામાહિલ તેમને અટકાવે છે. આમ થતું નથી. કોઈ દિવસે અમે એ પ્રમાણે સાંભળેલ છે કે - જે આટલાં કર્મો બદ્ધ, સ્પૃષ્ટ અને નિકાચિત છે, એ પ્રમાણે તેનો મોક્ષ થશે નહીં.
તો હવે કહો કે કઈ રીતે બંધાય છે?
તેણે કહ્યું – સાંભળો. (હવે નિર્યુક્તિ ગાથા કહે છે –)

Linked texts (1)