Uttarajjhayana 293
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 293
- Language
- Gujarati
293
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૭૬ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૭૬ + વિવેચન]
જેમ કંચુકી પુરુષને સ્પર્શે છે, પણ અબદ્ધ હોય છે. તેમ જીવ કર્મથી સ્પૃષ્ટ પણ અબદ્ધ જ રહે છે. (તેની વૃત્તિ આ પ્રમાણે –)
જેમ તે કંચુકી પુરુષને સ્પર્શે છે, પણ તે કંચુક શરીરની સાથે બદ્ધ હોતી નથી. એ પ્રમાણે જ કર્મો પણ જીવપ્રદેશો વડે સ્પૃષ્ટ છે, પણ જીવ પ્રદેશોની સાથે બદ્ધ હોતા નથી. જેને કર્મો બદ્ધ હોય તેનો સંસારથી વિચ્છેદ થતો નથી.
ત્યારે તે કહે છે કે – અમે આચાર્ય પાસે આટલું ભણેલ છીએ. આ જાણતા નથી. ત્યારે તે શંકિત થઈને પૂછવાને ગયા. કેમકે તેને થયું કે - મારાથી ક્યાંક અન્યથા ગ્રહણ કરેલ ન થાય. ત્યારે આચાર્યને પૂછ્યું – તેમણે પણ કહ્યું કે - તેનો આવો આશય છે - જો જેનાથી પૃથક્ભાવ થવાનો હોય તે તેનાથી સ્પૃષ્ટ માત્ર છે. જેમ કંચુક કંચુકી વડે સ્પૃષ્ટ માત્ર છે, જીવ વડે કર્મનો પૃથક્ભાવ થશે. અહીં આ પ્રશ્ન કરવો જોઈએ.
કંચુકવત્ સ્પૃષ્ટમાત્રતા જે કર્મની કહી, તે શું એક-એક જીવપ્રદેશના પરિવેષ્ટનથી છે કે સકલ જીવપ્રદેશ પ્રચય પરિવેષ્ટનથી છે? જો એક-એક જીવપ્રદેશ પરિવેષ્ટનથી છે, તો શું આ પરિવેષ્ટન મુખ્ય છે કે ઔપચારિક? જો મુખ્ય છે, તો સિદ્ધાંતમાં વિરોધ આવશે. મુખ્ય પરિક્ષેપણ જ પરિવેષ્ટન છે. એ પ્રમાણે ભિન્ન દેશના કર્મોનું ગ્રહણ થાય. જ્યારે સિદ્ધાંતમાં કહેલ છે કે જે આકાશ પ્રદેશમાં આત્મપ્રદેશ અવગાઢ હોય, તેના વડે અવગાઢ જ કર્મો ગ્રહણ કરાય છે.
હવે જો તે ઔપચારિક છે, તે જેમ કંચુકી કંચુક વડે અવષ્ટબ્ધ અને આવૃત્ત છે, એ પ્રમાણે જીવપ્રદેશો પણ કર્મપ્રદેશો વડે મુખ્ય પરિ-વેષ્ટનના અભાવમાં પણ તેમનું ત્યાં પરિવેષ્ટન કહેવાય છે. તેનાથી સ્પષ્ટ જ અમારી અષ્ટબંધની સિદ્ધિ થાય છે. કેમકે અમને પણ અનંત કર્માણુ વર્ગણાઓ વડે આત્મપ્રદેશોની ઉક્ત સ્વરૂપ પરિવેષ્ટનનો જ બંધ ઈષ્ટ છે. આગમમાં પણ કહ્યું છે કે –
‘એક એક આત્મપ્રદેશ અનંતાનંત કર્મ વર્ગણાઓ વડે આવેષ્ટિત-પરિવેષ્ટિત છે.’ તેથી વિપર્યય સાધનથી વિરુદ્ધ હેતુ થાય. સર્વ જીવ પ્રદેશ પ્રચય પરિવેષ્ટનથી અમારા પણ પક્ષમાં ભિન્ન દેશકર્મ ગ્રહણથી પૂર્વવત્ જ સિદ્ધાંતમાં વિરોધ આવે છે. તથા તેમાં બાહ્ય પ્રવેશ બંધજ કર્મનો સંભવ છે. તે મેલની જેમ જ હોય, તેની ભવાંતર અનુવૃત્તિ ન થાય. એ પ્રમાણે પુનરભવનો અભાવ થાય અથવા સિદ્ધોને પુનર્ભવની આપત્તિ આવે ઈત્યાદિ. - X - X - X - X - X - X -
(અહીં પણ વૃત્તિકારશ્રીએ ઘણાં તર્કો, પાઠો, આક્ષેપ - પરિહાર નોંધેલા છે. પણ પૂર્વવત્ તજજ્ઞ પાસે જ સમજી શકાય તેમ છે. અમે ઉક્ત અનુવાદ પણ સમજી શકાય તેવી અપેક્ષાથી જ કરેલ છે, શેષ કથન માત્ર અનુવાદથી સમજવું કઠિન છે, જો કે અમારા ‘આગમ કથાનુયોગ’માં આ વિષયમાં ઘણું કથન અમે નોંધેલ છે. ગ્રન્થાંતરોમાં પણ તેની કેટલીક સ્પષ્ટતા જોવા મળે છે.)
આચાર્ય દ્વારા આટલું બધું સમજાવ્યા પછી - પ્રરૂપ્યા પછી ફરી તે ગોષ્ઠામાહિલ સંલીન થઈને રહ્યો. તેણે વિચાર્યું કે વાચના સમાપ્ત થઈ જવા દો, પછી હું તેમને ક્ષોભ પમાડીશ.
અન્ય કોઈ દિવસે નવમાં પ્રત્યાખ્યાન પૂર્વમાં સાધુને જાવજ્જીવને માટેના ત્રિવિધ ત્રિવિધથી (મન, વચન, કાયા અને કરણ, કરાવણ, અનુમોદનથી) પ્રાણાતિપાતનું હું પચ્ચક્ખાણ કરું છું. આ પ્રત્યાખ્યાનનું વર્ણન કરે છે.
ત્યારે ગોષ્ઠામાહિલ બોલ્યો કે - આ અપ્સિદ્ધાંત છે. આ પ્રમાણે ન થાય. તો તમે કહો - કઈ રીતે કરવું જોઈએ?
સાંભળો, હું બધાં પચ્ચક્ખાણ પ્રાણાતિપાત અપરિણામપણાથી ત્રિવિધ ત્રિવિધે કરું છું. એ પ્રમાણે સર્વે યાવત્કથિક છે.
ક્યા નિમિત્તે પરિમાણ કરાતું નથી? ગોષ્ઠામાહિલે કહ્યું - જે તે આશંસાદોષ છે, તે નિવર્તિત થાય છે. કેમકે જાવજ્જીવપણે કરવાથી ભાવિ ભવમાં તેમ કરવાના પરિણામ છે. તેવી આશંસા રહે છે. ‘હું પ્રાણાદિને હણીશ.’ આવા કારણથી અપરિમાણપણાથી જે પ્રત્યાખ્યાન કરવા જોઈએ. પણ પરિમાણ સ્વીકાર ન કરવો.
આ કથન હવેની નિર્યુક્તિમાં નિર્યુક્તિકારે નોંધેલ છે –