Uttarajjhayana 31
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 31
- Language
- Gujarati
31
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૨ + વિવેચન [૧/નિર્યુક્તિ-૪૨ + વિવેચન]
ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલોના પ્રદેશો, તેના પાંચ સંખ્યાપણાથી સંયોગ જાણવો. તે શ્રુતત્વથી ધર્માદિ વડે સ્કંધોથી તથા તેના અંતર્ગત દેશોથી અને પ્રદેશાંતરથી, સજાતીય અને વિજાતીયના પ્રદેશોનો સંયોગ ‘ઈતરેતર’ નામે પ્રદેશ સંયોગ કહેવાય છે. આના જ વિભાગ કહે છે – ધર્મ, અધર્મ અને આકાશ પ્રદેશોના ધર્માદિ વડે જ ત્રણથી, તેના જ દેશો અને પ્રદેશાંતરથી પ્રકૃતત્વથી ઈતરેતર સંયોગ અનાદિ અને આદિ બે ભેદે છે. તે પારિશેષ્યથી જીવપ્રદેશ અને પુદ્ગલ પ્રદેશ જાણવા. તેથી જ કહે છે કે – સંસારી જીવ પ્રદેશો અને કર્મપુદ્ગલ પ્રદેશો પરસ્પર અને ધર્માદિ પ્રદેશો સાથે સંયોજાય છે અને છૂટા પડે છે. જીવ પ્રદેશોનો ધર્માદિ ત્રણેના દેશ, પ્રદેશની અપેક્ષાથી પુદ્ગલ અને સ્કંધાદિની અપેક્ષાથી આદિ સંયોગ છે, ધર્માદિ સ્કંધ ત્રણની અપેક્ષાદિથી અનાદિ છે. પુદ્ગલ પ્રદેશોના પણ ધર્માદિ સ્કંધ ત્રણની અપેક્ષાથી અનાદિ અને શેષ અપેક્ષાથી આદિ છે. - X - X -
પ્રદેશોનો ઈતરેતર સંયોગ કહ્યો. હવે તેના અભિપ્રેત અને અનભિપ્રેત ભેદરૂપને કહે છે –