Pramāṇa · Search · About · API

Uttarajjhayana 306

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 306

Language
Gujarati

306

વિવેચન–૧૦૦, ૧૦૧
ઉક્ત ન્યાયથી આવર્ત્તન તે આવર્ત્ત, મિશ્ર થાય છે. કાર્મણ શરીરી અને ઔદારિકાદિ શરીર વડે પ્રાણીઓ અથવા જે સેવે છે તે યોનિ. આવર્ત્ત ઉપલક્ષિતા યોનિ. તેમાં જંતુઓ, ઉક્ત રૂપ કર્મોથી, કિલ્બિષ-અધમ, તે કર્મકિલ્બિષા, અથવા ક્લિષ્ટતાથી નિકૃષ્ટ અશુભાનુબંધી કર્મો જેમાં છે તે કિલ્બિષ કર્મો. આમાંથી ક્યારે મુક્તિ મળે એ પ્રમાણે ઉદ્વેગ ન પામે. ક્યાં? આવર્ત્ત યોનિઓ - સંસારમાં. કોનાથી નિર્વેદ પામતા નથી? તે કહે છે - અર્થા એટલે મનોજ્ઞ શબ્દાદિ. અથવા ધન-કનક આદિ, સર્વાર્થો તેમાં જ છે.
ક્ષત્રિય - રાજા, શું કહેવા માંગે છે? જેમ મનોજ્ઞ શબ્દાદિને ભોગવનારની તરસ વધે છે. એ પ્રમાણે તે-તે યોનિમાં ફરી-ફરી ઉત્પત્તિ થતાં કલંકલી ભાવને અનુભવતા પણ ભવાભિનંદી પ્રાણીને. કેમ અન્યથા તેના પ્રતિઘાતાર્થે ઉદ્યમ કરતાં નથી. બધાં શયનાદિ વડે જેનું પ્રયોજન છે તે સર્વાર્થ ક્ષત્રિય. તે અર્થથી ભ્રષ્ટરાજની તુલ્ય.
તે આ બધાંથી નિર્વેદ પામતો નથી. તેની જેમ આ પ્રાણીઓ સુખોથી અભિલાષા કરતા નિર્વેદ પામતા નથી. કર્મો વડે - જ્ઞાનાવરણીય આદિથી, સંગ-સંબંધ, અર્થાત્‌ કર્મ સંગોથી. અથવા કર્મો - ઉક્ત રૂપ, તે ક્રિયા વિશેષ રૂપ, સંગ - શબ્દ આદિની આસક્તિ વિષયક. - X - તેના વડે ખૂબ જ મૂઢ બનેલા તે સંમૂઢ. દુઃખ - અશાતા રૂપ થયેલ, તેથી દુઃખિત, દુઃખ કદાચ માનસિક જ હોય, તેથી કહે છે – બહુવેદના - ઘણી જ શરીર વ્યથા જેમને છે તે.
એવા મનુષ્યો પણ અમાનુષ નહીં. નરક તિર્યંચ આભિયોગ્યાદિ દેવ દુર્ગતિ સંબંધીની યોનિઓમાં વિશેષથી નિપાત્ય થાય છે. અર્થ વિષયક કર્મો વડે. શો અર્થ છે? તેમાંથી ઉત્તર પ્રાપ્ત થતો નથી. પ્રાણીને એવા આવર્ત્તમાં નિર્વેદના અભાવથી કર્મસંગ સંમૂઢ. દુઃખહેતુ નરકાદિ ગતિને પાર ન ઉતારવાથી પ્રાણીને ‘મનુષ્યત્વ પ્રાપ્ત થતું નથી.’ તો તેની પ્રાપ્તિ કેમ થાય?

Linked texts (2)