Pramāṇa · Search · About · API

Uttarajjhayana 308

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 308

Language
Gujarati

308

વિવેચન–૧૦૨
મનુષ્યગતિ બંધક કર્મોનો પ્રકૃષ્ટ અપગમ - હાનિ, તેનો લાભ. તેમાં, અથવા પ્રહાનિમાં, તેના વિબંધક અનંતાનુબંધી આદિ કર્મો હીન થતાં, ક્યાંક ઈશ્વરના અનુગ્રહથી તેની અપ્રાપ્તિથી, અન્યથા તેના વૈફલ્યની આપત્તિ થાય. - X - હવે કઈ રીતે તેની પ્રહાનિ છે? તે કહે છે – ક્રમથી, પણ જલદીથી નહીં, તે પણ કદાચિત્‌, સર્વદા નહીં, જીવો ક્લિષ્ટ કર્મના વિગમરૂપ. તેના વિઘાતી કર્મના અપગમથી પણ પ્રાપ્ત કરે છે. મનુષ્યતાને સ્વીકારે છે. એટલે કે તેના નિર્વર્તક મનુજગતિ આદિ કર્મના ઉદયથી તે મનુષ્યત્વ પામે છે. આના વડે મનુજત્વ બંધક કર્મના અપગમનો તથાવિધ કાળ આદિની અપેક્ષાથી દુરાપતા વડે મનુષ્યત્વનું દુર્લભત્વ કહ્યું.
કદાચિત્‌ આની પ્રાપ્તિમાં શું શ્રુતિ સુલભ જ છે? તે કહે છે –

Linked texts (2)