Uttarajjhayana 32
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 32
- Language
- Gujarati
32
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૩ + વિવેચન [૧/નિર્યુક્તિ-૪૩ + વિવેચન]
અભિપ્રેત અને અનભિપ્રેત ઈતરેતર સંયોગ શબ્દાદિ પાંચ વિષયોમાં જાણવો. અર્થથી ઈન્દ્રિય અને મનથી તેમાં ગ્રહણ પ્રવૃત્તિમાં ગ્રાહ્ય-ગ્રાહક ભાવ છે. તે અભિપ્રેતાર્થ વિષયક અભિપ્રેત અને અનભિપ્રેત અર્થ વિષયથી અનભિપ્રેત થાય છે, તેમ જાણવું. અહીં અભિપ્રેત અને અનભિપ્રેત વિષયત્વમાં અભિપ્રેત અને અનભિપ્રેતનો ઈતરેતર સંયોગ છે. તેમાં ઈન્દ્રિયોના પ્રમોદ હેતુતાથી અનુકૂળ શ્રવ્યકાકલી ગીતાદિથી અભિપ્રેત અને પ્રતિલોમ - ઉક્ત વિપરીત કાકસ્વરાદિ તે અનભિપ્રેત છે.
અહીં ગાથાના પશ્ચાર્દ્ધથી મનોનિરપેક્ષ પ્રવૃત્તિ અભાવે પણ ઈન્દ્રિયોના પ્રાધાન્યને આશ્રીને તેની અપેક્ષાથી અભિપ્રેત અને અનભિપ્રેત અર્થ કહેલ છે.
હવે મનો અપેક્ષાથી તે જ કહે છે –