Pramāṇa · Search · About · API

Uttarajjhayana 310

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 310

Language
Gujarati

310

વિવેચન–૧૦૩
મનુષ્ય સંબંધી વિશેષથી ગ્રહણ કરાય છે. આત્મકર્મ પરતંત્રતાથી એ વિગ્રહ છે, તે મનુજ ગતિ આદિ ઉપલક્ષિત ઔદારિક શરીર, પ્રાપ્ત થઈ જવા છતાં શ્રવણ, કોનું? દુર્ગતિમાં પડતા જીવોને ધારી રાખે તે ધર્મ.
- X - X - દુર્ગતિ ભય પ્રપાતમાં પડતાંને અભયકર, ‘ત્રાણમાં દુર્લભ, સમ્યક્‌ ચરિત જેનાથી ધારણ કરાય તેને ધર્મ કહે છે. આ અન્વર્થ નામક ધર્મ દુર્લભ પૂર્વોક્ત કાળ આદિના હેતુથી કહેલ છે. - X -
જે ધર્મ સાંભળીને સ્વીકારે છે - તપ એટલે અનશનાદિ બાર ભેદે. ક્ષાંતિ - ક્રોધ જય લક્ષણ અને માનાદિ જય ઉપલક્ષણ, અહિંસન-શીલતા. આના વડે પહેલું વ્રત કહ્યું. તેનાથી ઉપલક્ષણથી બાકીના વ્રતો લેવા. કેમકે પહેલું વ્રત તે બધામાં પ્રધાન છે. - X - એ પ્રમાણે તપથી, ક્ષાંત્યાદિ ચતુષ્ક ને મહાવ્રત પંચક એવા દશવિધ યતિધર્મને કહ્યો. અહીં શ્રુતિનું શબ્દ પ્રાધાન્ય છતાં તત્ત્વથી ધર્મ જ પ્રધાન છે, કેમકે તેના પણ તે અર્થપણે છે. - X - જે સાંભળીને તપ વગેરે સ્વીકારાય છે. સાંભળ્યા વિના નહીં. તે અતિ મહાર્થતાથી દુરાપેય છે. શ્રુતિ મળે તો શ્રદ્ધા દુર્લભ છે, તે કહે છે –

Linked texts (2)