Pramāṇa · Search · About · API

Uttarajjhayana 33

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 33

Language
Gujarati

33

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૪ + વિવેચન [૧/નિર્યુક્તિ-૪૪ + વિવેચન]
બધી ઔષધિયુક્તિ, ગંધયુક્તિ, ભોજનવિધિ, રાગવિધિ, ગીત વાજિંત્ર વિધિ અનુલોમ - અનુકૂળ હોય તે અભિપ્રેત છે. ૦ બધી, ઈન્દ્રિયોને અનુકૂળ અને પ્રતિકૂળ, આ ઔષધિયુક્તિ આદિ વડે ૦ ઔષધિ - અગરુ કુંકુમાદિની અને સાજીખાર આદિની યુક્તિ જોડવું તે સમ-વિષમ વિભાગ કે નિયત ઔષધિયુક્ત. ગંધદ્રવ્યોની શ્રીખંડ આદિ અને લ્હસુણાદિની યુક્તિ. તે ગંધયુક્તિ, ભોજન-અન્નની વિધિ, શાલિ ઓદનાદિ અને કોદરા ભોજનાદિની ભેદો તે ભોજનવિધિ, રાગવિધિ - તેમાં કુસુંભ આદિથી બીજા વર્ણને કરવો તે રાગ, તેની સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વાદિ વિધિ. ગીત-ગાન, કોયલનો સ્વર કે કાગડાનો સ્વર, તેની વિધિ. ઈત્યાદિ તેમાં જે અનુકૂળ હોય તે અભિપ્રેત અર્થ જે શુભ હોય કે અશુભ પણ મનને અનુકૂળપણે જણાય તે. આના વડે એમ પણ કહે છે કે – જો આ જ દેશ અને કાળ અવસ્થાદિ વશથી વિચિત્ર અભિસંધિતાથી પ્રાણીના મનને અનનુલોમ હોય તો તે અનભિપ્રેત છે. ઈન્દ્રિય અપેક્ષાથી અને મનો અપેક્ષાથી ભેદ વડે અભિપ્રેત અને અનભિપ્રેત અર્થ કહ્યો. અથવા નિરંતર ગાથા પશ્ચાર્ધથી અવિશેષથી ઈન્દ્રિય અને મનને અનુકૂળ અભિપ્રેત અર્થ છે અને બીજો તે અનભિપ્રેત કહ્યો. આ ગાથા વડે પણ તે જ વિશેષથી દર્શાવ્યો, એવી વ્યાખ્યા કરી છે. - X -
અભિપ્રેત અને અનભિપ્રેત ભેદરૂપ ઈતરેતર સંયોગ કહ્યો. હવે આ જ અભિલાપનો વિષય કહે છે –

Linked texts (1)