Pramāṇa · Search · About · API

Uttarajjhayana 320

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 320

Language
Gujarati

320

વિવેચન–૧૦૮
પૃથક્‌ કરીને, માનુષત્વાદિ બંધક કર્મોના ઉપાદાન કારણ એવા મિથ્યાત્વ, અવિરતિ આદિને, યશ - સંયમ કે વિનય. - X - X - તેને ઘણો જ સંચિત કરીને, કેવી રીતે? ક્ષાંતિ, માર્દવ આદિથી, પણ શું થાય? પાર્થિવ - શીતોષ્ણાદિ પરીષહ સહિષ્ણુતાથી અને સમ દુઃખસુખપણાથી પૃથ્વીની જેમ થાય. કેમકે પૃથ્વી જ સર્વસહા છે. અથવા પૃથ્વીનો વિકાર તે પાર્થિવ, તે અહીં શૈલ છે. પણ શૈલેષી પ્રાપ્તિની અપેક્ષાથી અતિ નિશ્ચલતાથી, શૈલની ઉપમાથી કે પર પ્રસિદ્ધિથી પાર્થિવ, શરીરને છોડીને ઉર્ધ્વ દિશામાં પ્રકર્ષથી જાય છે. - X - X - એ પ્રમાણે કરતાં ભવ્યજીવો ઉર્ધ્વ દિશામાં જાય છે. તેથી તું અતિ દૃઢ ચિત્તથી આમ-આમ કરવું એમ ઉપદેશે છે તે આસન્ન ફળની પ્રાપ્તિ સૂચવે છે. જેને તદ્ભવ મુક્તિ છે, તેના માટે આમ કહ્યું, જેમને તદ્ભવ મુક્તિ નથી, તેમના પ્રતિ કહે છે –

Linked texts (2)