Pramāṇa · Search · About · API

Uttarajjhayana 328

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 328

Language
Gujarati

328

વિવેચન–૧૧૪, ૧૧૫
મનુષ્ય સંબંધી ભોગો - ભોગવાય તે ભોગ અર્થાત્‌ મનોજ્ઞ શબ્દાદિ, તેને ભોગવીને, કેવા? અનન્યતુલ્ય હોવાથી અપ્રતિરૂપ - તેને, આયુષ્યને અતિક્રમ્યા વિના પૂર્વજન્મ વિશુદ્ધ નિદાનાદિ રહિતત્વથી, શોભન ધર્મ જેનો છે તે વિશુદ્ધ સદ્‌ધર્મી અને કેવલત્વથી - અકલંક જિન પ્રણીત ધર્મપ્રાપ્તિ રૂપ બોધિને અનુભવે - પામે. તેના પછી પણ શું? અભિહિત સ્વરૂપવાળા આ ચતુરંગ જે દુર્લભ છે - દુષ્પ્રાપ્ય છે, તે જાણીને સર્વસાવદ્યયોગ વિરતિરૂપ સંયમને પામીને, બાહ્ય-અભ્યંતર તપ વડે કર્મોને નિવારે. કામંસિત્તિ - કાર્મગ્રીંથક પરિભાષા વડે સત્કર્મ, આના વડે ધુતકર્માંશ, તેને દૂર કરીને બંધાદિને મુક્ત કરીને. અથવા જેના વડે કર્મના અંશો દૂર કરાયા છે, તેવો સિદ્ધ થાય છે. તે પણ આજીવિક મતવાળો સિદ્ધ નહીં પણ શાશ્વત - ‘શશ્વત ભવન’ ને પુનર્ભવ નિબંધન કર્મબીજનો આત્યંતિક ઉચ્છેદ કરે છે. - X - X - તેથી તેને મતિમોહ વિલાસથી અહીં ફરી આવવાપણું નથી. - X - X -

Linked texts (2)