Pramāṇa · Search · About · API

Uttarajjhayana 34

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 34

Language
Gujarati

34

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૫ + વિવેચન [૧/નિર્યુક્તિ-૪૫ + વિવેચન]
અભિલાપ વિષયક સંયોગ - પ્રક્રમથી અભિલાપ ઈતરેતર સંયોગ, તે ત્રણ પ્રકારે સંભવ છે. (૧) અભિલાપના અભિલાપ્યથી, (૨) અભિલાપના બીજા અભિલાપથી, (૩) વર્ણનો વર્ણાન્તરથી. તેમાં પહેલો - અભિલાપ્યના દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે છે. દ્રવ્ય વિષયક - તે અર્થથી ઘટાદિ શબ્દનો છે. ક્ષેત્ર વિષયક - આકાશનો માર્ગમાં અવગાહનાદાન લક્ષણથી છે. કાળ વિષયક - સમયાદિ શ્રુતના વર્તનાદિ વ્યંગથી કાળ પદાર્થ વડે. ભાવ વિષયક - ઔદયિકાદિ વચનથી મનુષ્યત્વાદિ પર્યાયથી છે.
બીજો ભેદ - દ્વિકસંયોગાદિ, અહીં દ્વિકના ગ્રહણથી બંને અભિલાપ્ય ગ્રહણ કરાય છે. તેમાં દ્વિકસંયોગ આ પ્રમાણે - તે અને તે-તે બંને. ત્રિક સંયોગ આ પ્રમાણે - તે અને તે બંને-તે ત્રણ. અહીં તે બંને અને તે ત્રણે એમ કહેવાથી તે અને તે તથા તે અને તે બંને ન કહ્યા છતાં એકત્ર અભિલાપ્યાર્થ બંને અન્યત્ર અભિલાપ્યાર્થત્રયની સાથે જણાય છે. આનું અભિલાપ સંયોગત્વ અભિલાપદ્વારકત્વથી અભિલાપ્ય સાથે જણાય છે.
ત્રીજો ભેદ - બે અક્ષર અને અક્ષરોનો સંયોગ તે અક્ષરસંયોગ તે આદિ છે, જે ઉદાત્તાદિ અશેષ વર્ણ ધર્મ સંયોગનો, તે આ અક્ષર સંયોગાદિ - X - X - આનું અભિલાપ સંયોગત્વ વર્ણાદિના કોઈ અભિલાપ અનન્યત્વથી તે રૂપ છે. અથવા ‘અક્ષરસંયોગ’ આના વડે બધો જ વ્યંજન સંયોગ કહ્યો છે. આદિ શબ્દથી ‘અર્થસંયોગ’ લેવો.
આ અભિલાપનું દ્રવ્યસંયોગત્વ દ્રવ્યત્વથી છે. આનું દ્રવ્યત્વ ગુણના આશ્રયપણાથી સ્પર્શત્વથી છે. - X - X - X -
અભિલાપ વિષયક ઈતરેતર સંયોગ કહ્યો. હવે સંબંધન સંયોગરૂપનો અવસર છે. તે પણ દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્ય-સંયોગ –

Linked texts (1)