Pramāṇa · Search · About · API

Uttarajjhayana 334

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 334

Language
Gujarati

334

વિવેચન–૧૧૬
સંસ્કારાય તે સંસ્કૃત, સો શક્રો પણ વધારવાને અથવા કર્ણપાશવત્‌ તૂટેલાને સાંધવાને સમર્થ નથી. તે શું જીવિત-પ્રાણધારણ, તેથી પ્રમાદી ન થા. જો આ કંઈપણ સંસ્કારવું શક્ય હોત તો ચારે અંગ મળવા છતાં પ્રમાદ દોષને માટે ન થાત. જો આ અસંસ્કૃત છે, તો તેના પરિક્ષયમાં પ્રમાદીને તે અતિ દુર્લભ છે, તેથી પ્રમાદ ન કરે. તે અસંસ્કૃત કઈ રીતે છે? વયની હાનિ રૂપથી. ક્રમથી મૃત્યુની સમીપે લાવે છે. પ્રાયઃ વૃદ્ધત્વ પછી મરણ હોય છે. મૃત્યુથી રક્ષા કરનાર કોઈ શરણ નથી. - X - X - કદાચ કોઈ વિચારે કે વૃદ્ધત્વમાં ધર્મ કરીશ, તેથી કહે છે – સ્વકર્મ વડે વૃદ્ધત્વ પામેલને કોઈ શરણ નથી. પુત્રો પણ તેને પાળતા નથી, વળી ધર્મ પ્રતિ શક્તિ રહેતી નથી. જો કોઈ શરણ પુનઃ યૌવનને લાવી આપે તો તેમ ન કરો, પણ જો ન લાવી આપે તો ધર્મમાં પ્રમાદ ન કરવો. વૃદ્ધત્વ પામેલાને કોઈ શરણ નથી. તેમાં અહીં અટ્ટનનું દૃષ્ટાંત છે.
ઉજ્જૈની નગરીમાં જિતશત્રુ રાજા હતો. તેને અટ્ટન નામે મલ્લ હતો. તે બધાં રાજ્યોમાં અજેય હતો. આ તરફ સમુદ્ર તટમાં સોપારક નામે નગર હતું. ત્યાં સિંહગિરિ રાજા હતો. તે મલ્લ યુદ્ધમાં જિતનારને ઘણું દ્રવ્ય આપતો હતો. અટ્ટન ત્યાં જઈને પ્રતિવર્ષ પતાકાને જિતતો હતો. રાજાને થયું કે આ બીજા રાજ્યથી આવીને પતાકા હારી જાય છે, આ મારી અપભ્રાજના છે, તેથી તે પ્રતિમલ્લને શોધે છે. તેણે એક માત્સ્યિકને ચરબી પીતો જોયો. તેનું બળ પણ જાણ્યું. જાણીને તેનું પોષણ કર્યું. ફરી અટ્ટન આવ્યો. તે માત્સ્યિક મલ્લ વડે યુદ્ધમાં પરાજિત થયો. પાછા પોતાના આવાસે જઈને વિચારે છે – આને યૌવનની વૃદ્ધિ છે, મારે હાનિ છે. તેથી અન્ય મલ્લને શોધે છે.
તેણે સાંભળેલ કે સૌરાષ્ટ્રમાં મલ્લ મળશે. તેણે ભરૂચના ધરણી ગામમાં કૂપિકામાં એક ખેડૂતને જોયો. તે એક જ હાથે હળનું વહન કરતો હતો. તેને જોઈને અટ્ટન ઊભો રહ્યો. તેનો આહાર જોયો. તેની પત્ની ભોજન લઈને આવી. સંપૂર્ણ ભરેલા ઘડા પ્રમાણ ‘કૂર’ ખાઈ ગયો. બધી રીતે પરીક્ષા કરી. વિકાલે તેના ઘરે જ વસતિ માંગી. તેણે આપી. વાત કરવા બેઠા ત્યારે અટ્ટને તે ખેડૂતને પૂછ્યું –
તારી જીવિકા શું છે? ઈત્યાદિ. પછી અટ્ટને તેને સુખી કરવાનું કહ્યું. કર્યાસ મૂલ્ય આપ્યું. તેણી સંતુષ્ટ થઈ, ઉજ્જૈનીમાં ગયા. તેને પોષીને યુદ્ધાદિ શીખવાડ્યા. ફરી માત્સ્યિક મલ્લનું યુદ્ધ થયું. પહેલાં જીત્યો, બીજો હાર્યો. રાજાએ બીજા દિવસે ફરી યુદ્ધ જાહેર કર્યું. બંને પણ પોત-પોતાના આલયે ગયા.
બંને મલ્લોને પોત-પોતાના સ્વામીઓએ પ્રોત્સાહિત કર્યા. બીજે દિવસે સમયુદ્ધ થયું. ત્રીજે દિવસે ફરી યુદ્ધ થતાં અટ્ટનની સલાહ મુજબ ફલહિમલ્લ જીતી ગયો. સત્કાર પુરસ્કાર પામીને ઉજ્જૈની ગયો.
ત્યાં યુદ્ધનો વ્યાપાર છોડીને રહે છે. તે વૃદ્ધ થયો છે એમ જાણીને સ્વજન વર્ગ વડે પણ પરાભવ પામ્યો. હવે આ કોઈ કાર્યને માટે ક્યાંય કોઈને ઉપયોગી નથી. પછી તે માનથી તેમને પૂછ્યા વિના કૌશાંબી નગરી ગયો. ત્યાં એક વર્ષ નિર્વ્યાપારતાથી રહીને નીકળી ગયો. પણ રસાયણ ઉપર જીતવા બલિષ્ઠ થયો. યુદ્ધમાં પ્રવર્ત્યો. નિરંજન નામના રાજમલ્લને હણ્યો. - X - X - રાજાએ આ ‘અટ્ટન’ છે તેમ જાણીને સંતુષ્ટ થઈને તેનો પૂજા-સત્કાર કર્યો. આમરણ પર્યન્તનું ધન પણ આપ્યું. તેનો સ્વજનવર્ગ પણ તે સાંભળીને તેની પાસે આવી ગયો. પગે પડીને પ્રીતિપૂર્વક દ્રવ્યના લોભથી આશ્રિત થઈને રહ્યા.
ત્યારપછી અટ્ટને વિચાર્યું કે – આ બધાં મને દ્રવ્યના લોભથી આશ્રય કરે છે. હવે ફરી મારો પરાભવ ન થાઓ. હું વૃદ્ધત્વથી ગ્રસ્ત થયો છું. હવે ગમે તેટલાં પ્રયત્નો છતાં હું યૌવન કરવાને સમર્થ નથી. તેથી હજી જ્યાં સુધી ચેષ્ટાવાળો છું, ત્યાં જ દીક્ષા લઈ લઉં. એમ વિચારીને દીક્ષા લીધી.
એ પ્રમાણે વૃદ્ધત્વ યુક્ત અટ્ટનની જેમ બીજાને પણ ભાઈ આદિ વડે કોઈ શરણ નથી કે વૃદ્ધત્વથી રક્ષણ નથી. આ અર્થને વિશેષથી કે વિવિધપણે જાણીને તથા આ કહેવાનારને જાણ. જેમ લોકો પ્રમાદવાળા છે, તે ત્રાણ રૂપ ન થાય. - X - અનેક પ્રકારે હિંસનશીલ, પોત-પોતાના ઉત્પત્તિ સ્થાનોમાં અનાકુળ રહેલાં પ્રાણીઓની હિંસા કરે છે, તે વિહિંસા. તે પાપસ્થાનોથી અનુપરત. - X - એ પ્રમાણે આ પ્રમાદાદિ વિશેષણ યુક્ત લોકો સ્વકૃત આવા પ્રકારના કર્મો વડે નરકાદિ યાતના સ્થાનોમાં જશે કે ગ્રહણ કરાશે.
અથવા એ પ્રમાણે અસંસ્કૃત જીવિત છોડ, પ્રમાદી ન થા તેમ ગુરુ વડે કહેવાતા છતાં કદાચિત્‌ શિષ્ય એમ કહે કે – બહુરત જન પ્રમત્ત છે, તેની જેમ હું પણ થઈશ, એ આશંકાથી ગુરુ કહે છે – હે ભદ્ર! એ પ્રમાણે તું નરકાદિ ગતિમાં જઈશ. તારા જેવા વિવેકીને આવા જન વ્યવહાર આશ્રય વડે શું પ્રયોજન? હવે અસંસ્કૃત જીવિતની વ્યાખ્યા નિર્યુક્તિથી –

Linked texts (2)