Pramāṇa · Search · About · API

Uttarajjhayana 335

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 335

Language
Gujarati

335

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૮૨ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૮૨ + વિવેચન]
મૂળથી સ્વહેતુથી ઉત્પન્નના વિશેષ આધાન રૂપ કરણ તે ઉતરકરણ, તેના વડે નિર્વર્તિન, જેમ કોઈ ઘટ આદિ, તેના નિત્ય અભિસંબંધ થી તેને સંસ્કારવા તે. જે ઉતરકરણ કરવું, તે જ સંસ્કૃત જાણવું. તેથી અંત્ય સંસ્કારની અનુચિતતાથી વિદીર્ણ મુક્તાફળ ઉપમાવાળું તે અસંસ્કૃત જ છે. ‘અસંસ્કૃત’ એ સૂત્ર અવયવની આ નિર્યુક્તિ હવે કહેવાનાર લક્ષણવાળી છે. આચારના પાંચમાં અધ્યયનના આવંતિ ઈત્યાદિ પદથી તેની વક્તવ્યતા જાણવી. આ અધ્યયનનું પણ ‘અસંસ્કૃત’ એવું નામ છે. - X - X - હાલ સંસ્કૃતિના પ્રતિષેધથી અસંસ્કૃતને કહે છે, તેથી સંસ્કૃત શબ્દનો નિક્ષેપો કહેવો જોઈએ. જો કે ‘સં’ એ ઉપસર્ગ પણ છે. તો પણ ધાત્વર્થના દ્યોતકત્વથી આના કરણનો જ અહીં ધાત્વર્થ થકી નિક્ષેપો કરવા નિર્યુક્તિકાર કહે છે –

Linked texts (1)