Uttarajjhayana 336
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 336
- Language
- Gujarati
336
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૮૩ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૮૩ + વિવેચન]
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તેથી જ વસ્તુરૂપતા લક્ષણ પ્રકારથી ભાવ જ કરણ વિષયમાં નિક્ષેપ છ ભેદે થાય છે. - X - (૧) નામ-કરણ - કરણ એવું નામ જેમ પ્રિયંકર, શુભંકર એવા નામ છે અથવા નામથી કરણ તે નામકરણ. (૨) સ્થાપનાકરણ - અક્ષમાં નિક્ષેપાદિ, અથવા જે-જે કરણનો અકાર હોય તે. - X - (૩) દ્રવ્યકરણ - દ્રવ્ય જ કરાય તે કરણ. ભાવ સાધન પક્ષમાં દ્રવ્યથી, દ્રવ્યના કે દ્રવ્યમાં યથાસંભવ ક્રિયાત્મક કરણ - X - તે આગમ અને નોઆગમથી બે ભેદે છે. તેમાં આગમથી જ્ઞાતા, પણ તેમાં અનુપયુક્ત હોય. નોઆગમથી જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તદ્ વ્યતિરિક્ત ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પહેલાં બે પ્રતીત છે. તેનો અનાદર કરીને તેનાથી વ્યતિરિક્ત કહે છે.