Pramāṇa · Search · About · API

Uttarajjhayana 337

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 337

Language
Gujarati

337

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૮૪ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૮૪ + વિવેચન]
નોઆગમથી દ્રવ્યકરણ વિશેષથી બે ભેદે છે - સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ. તેમાં સંજ્ઞાકરણ કહે છે - કટકરણ અને અર્થકરણ. તે કટ નિર્વર્તક ચિત્ર, આકારમય અને અર્થ અભિનિર્વર્તક અધિકરણી આદિ જેનાથી હૂકમ આદિ નિષ્પાદિત થાય છે. અથવા અર્થાર્થ કરણ તે અર્થકરણ. જેમાં રાજા અર્થને ચિંતવે છે. અથવા તે તે ઉપાયો વડે કરાય છે તે અર્થકરણ - X -. (શંકા) નામકરણ અને સંજ્ઞાકરણમાં શો ભેદ છે?
અહીં નામકરણ તે કરણ એવું અભિધાન માત્ર છે. સંજ્ઞાકરણ જેમાં અન્વર્થ હોય છે. સંજ્ઞાકરણમાં જ કટકરણ આદિમાં કરાય છે. આમાં કરણ એ અનુગત અર્થ જણાય છે. આ દ્રવ્ય રૂપો છે. ‘કરણ’ એ રૂઢિથી સંજ્ઞાકરણ કહેવાય છે. - નો સંજ્ઞાકરણ તે, જે કરણ નથી પણ તે સંજ્ઞાથી રૂઢ છે. આને જ ભેદથી જણાવે છે –

Linked texts (1)