Uttarajjhayana 339
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 339
- Language
- Gujarati
339
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૮૬ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૮૬ + વિવેચન]
ધર્મ, અધર્મ, આકાશના અન્યોન્ય સંવલનથી સદા અવસ્થાન હોવાથી અનાદિકરણ કહ્યું. તે કદી ન હતા તેમ નહીં, નથી તેમ નહીં, નહીં હશે તેમ પણ નહીં - X - અહીં અન્યોન્ય સમાધાન તે કરણ છે, અન્યોન્ય નિર્વર્તન તે કરણ નથી. અહીં ધર્મ, અધર્મ, આકાશનું કરણ એ વક્તવ્યમાં કથંચિત્ ક્રિયા અને ક્રિયાવાન્ના અભેદ દર્શનાર્થે અનુકુલિત ક્રિયત્વને જણાવવા ધર્મ, અધર્મ, આકાશને કરણ કહેલ છે. આ પ્રમાણે અનાદિક કરણના આ ત્રણ પ્રકારો થાય છે. અહીં અનાદિનો પછીથી નિર્દેશ છતાં પશ્ચાનુપૂર્વી વ્યાખ્યાંગ જણાવવા કહેલ છે.
હવે સાદિક કહે છે – તેમાં ચાક્ષુષ્ અને અચાક્ષુષ્ સ્પર્શ કહ્યો. ચક્ષુઃ સ્પર્શ તે સ્થૂલ પરિણતિવાળા પુદ્ગલ દ્રવ્ય, તેનાથી બીજા તે અચક્ષુઃસ્પર્શ આ બે ભેદ જ સાદિકના છે. હવે ‘દ્વિતય’ કહેવા ઈચ્છે છે –