Pramāṇa · Search · About · API

Uttarajjhayana 35

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 35

Language
Gujarati

35

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૬ + વિવેચન [૧/નિર્યુક્તિ-૪૬ + વિવેચન]
પ્રાયઃ ‘આ મારું’ ઈત્યાદિ બુદ્ધિથી, આના વડે કે આમાં આત્મા આઠ પ્રકારના કર્મની સાથે બંધાય તે સંબંધન. તેવા આ સંયોગ તે સંબંધન સંયોગ. તેના સચિત્ત, અચિત્ત, મિશ્ર એ ત્રણ ભેદ છે. સચિત્તમાં દ્વિપદ, ચતુષ્પદ, અપદને જાણવા. તેમાં દ્વિપદ સંયોગ, જેમકે – પુત્રી. ચતુષ્પદ સંયોગ, જેમકે – ગાય. અપદ સંયોગ - ફણસ. અચિત - હિરણ્ય, મણિ, મુક્તાદિ. મિશ્ર સંયોગ તે રથમાં જોડેલ ઘોડા. આદિ શબ્દથી બળદગાડું આદિ લેવા. બહુધા - ઘણાં પ્રકારે. અહીં સચિત્ત વિષયત્વથી સંબંધન સંયોગ પણ સચિત્ત ઈત્યાદિ સર્વત્ર કહેવો. - X - X - હવે ક્ષેત્ર, કાળ અને ભાવ વિષય કહે છે –

Linked texts (1)