Uttarajjhayana 341
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 341
- Language
- Gujarati
341
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૮૮ + વિવેચન [૪/નિર્યુક્તિ-૧૮૮ + વિવેચન]
પ્રયોગકરણ બે ભેદે છે – જીવ પ્રયોગકરણ, અજીવ પ્રયોગકરણ. તેમાં જીવ વડે - ઉપયોગ લક્ષણથી જે ઔદારિકાદિ શરીર અભિ નિવર્તે છે, તે જીવ પ્રયોગકરણ, તે બે ભેદે છે - મૂળકરણ અને ઉત્તરકરણ. તેમાં મૂલકરણની વિચારણા કરતાં પાંચ સંખ્યા અવચ્છિન્ન ઉત્પત્તિ સમયથી પુદ્ગલ વિચટનથી શરીર વિનાશ પામે છે. શરીર તે ઔદારિકાદિ પાંચે લેવા.
અહીં વિષય અને વિષયીના અભેદ ઉપચારથી કરણ વિષયત્વથી શરીરોને પણ કરણ કહે છે. કેમકે મૂલત્વ ઉત્તરોત્તર અવયવ વ્યક્તિ અપેક્ષાથી છે. પછી જે અવયવ વિભાગ વિરહિત ઔદારિક શરીરોના પ્રથમ અભિનિર્વર્તન તે મૂલકરણ છે. ચ શબ્દથી ઉત્તરકરણ જ અહીં લેવાય છે. તે ત્રણમાં છે - ઔદારિક, વૈક્રિય અને આહારકમાં. તૈજસ અને કાર્મણમાં તેનો સંભવ નથી, તેથી અંગોપાંગનું જ ઉત્તરકરણ એ સંબંધ છે. તે અંગો કયા છે? તે કહે છે