Pramāṇa · Search · About · API

Uttarajjhayana 36

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 36

Language
Gujarati

36

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૭ + વિવેચન [૧/નિર્યુક્તિ-૪૭ + વિવેચન]
ક્ષેત્ર અને કાળ એ બંનેના તથા ભાવના દ્વિક સંયોગ થાય તે બધાં આદેશ તથા અનાદેશ બબ્બે ભેદે થાય છે. તે આ રીતે – ક્ષેત્ર વિષયક અને કાળ વિષયક, તેમાં આગમપ્રસિદ્ધ પ્રકારથી તે બંનેના બબ્બે ભેદો જાણવા. ચ શબ્દથી અહીં ભાવમાં યોજાય છે. સંયોગના પ્રક્રમથી સંબંધન સંયોગ થાય છે. - X - X - હવે ક્ષેત્રાદિનું દ્વૈવિધ્ય કહે છે – આદેશ અને અનાદેશ. આદેશ માં આ - મર્યાદાથી, વિશેષરૂપે અનતિક્રમ રૂપથી, દિશ્‌ - કહેવું તે આદેશ. અર્થાત્‌ તેમાં વિશેષ છે, તેનાથી અન્ય તે અનાદેશ - સામાન્ય છે. - X -
ક્ષેત્ર વિષયક અનાદેશ આ પ્રમાણે – આ જંબૂદ્વીપ છે, આદેશમાં આ પ્રમાણે - આ ભરતક્ષેત્ર છે. કાળ વિષયક અનાદેશ - આ દૌષ્ષમિક કાળ છે. આદેશમાં - આ વાસંતિક છે. ભાવ વિષયક અનાદેશ - આ ભાવવાન છે, આદેશમાં આ ઔદયિક ભાવવાન છે. સામાન્ય અવગમ પૂર્વકત્વથી વિશેષ અવગમને એ પ્રમાણે ઉદાહરણથી જણાવાય છે. નિર્યુક્તિમાં વિપર્યય છે, છતાં ભરત એ મગધાદિની અપેક્ષાથી સામાન્ય છે. એ પ્રમાણે બધે જ સામાન્ય અને વિશેષનું અનિયતત્વ જણાવે છે. - X - X -
ક્ષેત્ર અને કાલગત આદેશ - અનાદેશને સુગમ જાણીને ભાવગત આદેશ અનાદેશ વિષયક જણાવવા માટે પહેલાં અનાદેશ વિષયને ભેદથી કહે છે –

Linked texts (1)