Pramāṇa · Search · About · API

Uttarajjhayana 350

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 350

Language
Gujarati

350

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૦૦ + વિવેચન [૪/નિર્યુક્તિ-૨૦૦ + વિવેચન]
કૃષ્ણ ચૌદશની રાત્રિમાં શકુનિ કરણ હોય છે, તે પણ સર્વકાળ હોય છે. આના વડે આનું અવસ્થિતત્વ કહ્યું. આનાથી આગળ યથાક્રમે જ ચતુષ્પદ, નાગ અને કિંસ્તુઘ્ન કરણ હોય છે. તેમાં અમાસના દિવસે ચતુષ્પદ, રાત્રિમાં નાગ એકમે અને દિવસે કિંસ્તુઘ્ન કરણ હોય છે.
સાત પ્રકારના કરણને લાવવાના ઉપાયરૂપે પૂર્વાચાર્યએ આ ગાથા પ્રતિપાદિત કરેલી છે – તિથિના અર્ધભાગને કરણ કહેવાય. એક તિથિમાં બે કરણો હોય છે. અહીં આ ભાવના છે - અભિમત દિવસે કરણના જ્ઞાનાર્થે પક્ષની તિથિને બે વડે ગુણવા - અધિકૃત તિથિને આશ્રીને અતીતને બે વડે ગુણે છે. જેમ કે શુક્લ ચોથ, બે વડે ગુણતા આઠ થાય છે. દ્વિરૂપ હીન, સાત વડે હરાતા દૈવસિક કરણ થાય છે. તેનો ભાગો છ જ છે. તેથી બવ આદિ ક્રમથી ચતુષ્પ્રાહરિકરણ ભાવથી ચોથના દિવસે તે વણિજ કરણ થાય છે. તે જ રૂપ અધિક રાત્રિના ‘વિષ્ટિ’ કરણ થાય છે. કૃષ્ણપક્ષ બે અંક ઘટાડતા નથી. એ પ્રમાણે બધે જ ભાવના કરવી જોઈએ. - X - X - ઈત્યાદિ.
૦ હવે પૂર્વે કહેલા ભાવકરણને કહે છે –