Pramāṇa · Search · About · API

Uttarajjhayana 352

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 352

Language
Gujarati

352

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૦૨ + વિવેચન [૪/નિર્યુક્તિ-૨૦૨ + વિવેચન]
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન. એ પાંચેના વિષયમાં અજીવકરણ જાણવું. તેમાં વર્ણ - કૃષ્ણ આદિ પાંચ ભેદે છે. રસ - તિક્ત આદિ પાંચ ભેદે છે, ગંધ - સુરભિ, દુરભિ બે ભેદે છે, સ્પર્શ - કર્કશાદિ આઠ ભેદે છે - સંસ્થાન - પરિમંડલાદિ પાંચ ભેદે છે. આટલાં ભેદથી આના વિષયમાં કરણના પણ આટલા ભેદ જાણવા. દ્રવ્ય કરણથી આની વિશેષતા એ છે કે – અહીં પર્યાયની અપેક્ષાથી તે પ્રમાણે થવું અભિપ્રેત છે. દ્રવ્યકરણમાં દ્રવ્યના જ તેવા-તેવા ઉત્પાદ દ્રવ્યાસ્તિક મતની અપેક્ષાથી વિશેષ છે. - X - X - દ્રવ્ય વિશ્રસાકરણથી આમાં શું વિશેષ છે? અહીં પર્યાય અપેક્ષાથી દ્રવ્યાર્થિક નય મય છે. ૦ અજીવ કરણ કહ્યું, હવે જીવકરણ કહે છે –