Uttarajjhayana 353
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 353
- Language
- Gujarati
353
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૦૩ + વિવેચન [૪/નિર્યુક્તિ-૨૦૩ + વિવેચન]
જીવ ભાવકરણ બે પ્રકારે છે – શ્રુતકરણ અને નોશ્રુતકરણ. શ્રુતનું ભાવ કરણત્વ શ્રુતના ક્ષાયોપશમિક ભાવના અંતર્ગતત્વથી છે. તેમાં શ્રુતકરણ કહે છે – બદ્ધ એટલે ગ્રથિત, અબદ્ધ - અગ્રથિત, શ્રુતે - શ્રુત વિષયમાં કરણ. તેમાં બદ્ધ - તે બે ભેદે છે - નિશીથ અને અનિશીથ. અબદ્ધના પણ લૌકીક અને લોકોત્તર ભેદ છે. તેમાં નિશીથ - ગુપ્તપણે જે ભણાય કે વ્યાખ્યા કરાય તે અને તે લોકોત્તર - નિશિથાદિ અને લૌકીક - બૃહત્ આરણ્યક આદિ છે. અનિશીથ, તેનાથી વિપરીત છે. તે લોકોત્તર તે આચાર આદિ. લૌકીક તે પુરાણ આદિ. અબદ્ધ પણ લૌકીક અને લોકોત્તર ભેદથી છે. તેમાં લોકોત્તર તે - એક મરુદેવી, અત્યંત સ્થાવરા સિદ્ધ થયા, સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય અને પદ્મ બંને વલયને વર્જીને બધાં સંસ્થાનથી હોય છે. વિષ્ણુકુમાર મહર્ષિએ લાખ યોજન પ્રમાણ શરીર વિકુર્વ્યું. કુરુડ અને વિકુરુડ કુણાલામાં રહ્યા. અતિવૃષ્ટિથી તેનો નાશ થયો. તેઓ અશુભ ભાવથી સાતમી નરકમાં ગયા. ઈત્યાદિ. લૌકીક અબદ્ધ-૩૨ દંડિકા,૧૬ કરણ, ૫ સ્થાનો ઈત્યાદિ તે આલીઢ, પ્રત્યાલીઢ, વૈશાખ, મંડલ અને સમપદ. આ પાંચ સ્થાન અબદ્ધ છે, શયનકરણ છઠ્ઠું છે. શ્રુતકરણ કહ્યું. હવે અશ્રુતકરણ કહે છે –