Pramāṇa · Search · About · API

Uttarajjhayana 354

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 354

Language
Gujarati

354

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૦૪ + વિવેચન [૪/નિર્યુક્તિ-૨૦૪ + વિવેચન]
નોશ્રુતકરણ બે ભેદે છે – ગુણકરણ અને યોજનાકરણ. તેમાંનો શબ્દ સર્વનિષેધને જણાવે છે, જેનાથી શ્રુતકરણ ન થાય તે, નોશ્રુત કરણ. ગુણકરણ શું છે? તપ અને સંયમ, તે બંનેના આત્મગુણના જે યોગો - તેના કરણરૂપ વ્યાપાર. તપકરણ અને અનશન આદિ, સંયમકરણ તે પાંચ આશ્રયથી વિરમણાદિને ગુણકરણ કહે છે. આનું ગુણત્વ તપ અને સંયમના કર્મનિર્જરા હેતુપણાથી આત્મોપકારિત્વથી છે. યોજનાકરણ - મન, વચન અને કાયા વિષયક હોય છે. તેમાં મનોવિષય તે સત્ય મનોયોજના કરણાદિ ચાર ભેદે છે. વચન વિષયક પણ સત્ય વાગ્યોજનાકરણ આદિ ચાર ભેદે જ છે, કાયવિષયમાં ઔદારિક કાય યોજનાકરણ આદિ સાત ભેદે છે. તેથી ચાર, ચાર અને સાતના મળવાથી પંદર ભેદે યોજના કરણને યોજે છે - આ જ પંદર કર્મ સાથે આત્માને, તે યોજનાકરણ.
જે કરણથી અહીં પ્રયોજન છે, તે કહે છે –

Linked texts (1)