Pramāṇa · Search · About · API

Uttarajjhayana 355

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 355

Language
Gujarati

355

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૦૫ + વિવેચન [૪/નિર્યુક્તિ-૨૦૫ + વિવેચન]
કર્મક શરીર કરણ - તે કાર્મણ દેહ નિર્વર્તન છે, તે પણ જ્ઞાનાવરણાદિ ભેદથી અનેક ભેદે છે. આયુકરણ - પાંચમી કર્મ પ્રકૃતિ રૂપ કરણ - નિર્વર્તન તે આયુકરણ. તે શું છે? અસંખયં. તે પુનઃ આયુકરણ તે અસંસ્કૃત - ઉત્તર કરણથી તૂટ્યા છતાં વસ્ત્રાદિવત્‌ સાંધવા શક્ય નથી. - X - X - એ સ્વરૂપથી, હેતુથી, વિષયથી વ્યાખ્યા કરવી. તેમાં સ્વરૂપથી અને હેતુથી તો ગ્રન્થ વડે વ્યાખ્યા કરાઈ. આના વડે તો આયુષ્યકરણના અસંસ્કૃતત્વ દર્શાવવાને માટે વિષયથી છે. હવે ઉપસંહાર કહે છે – આયુ કર્મ અસંસ્કૃત વડે અહીં અધિકાર છે. તેનો વ્યવહિત સંબંધ છે. તેનો અર્થ આ છે - જેથી અસંસ્કૃત આયુઃ કર્મ છે, તેથી પ્રમાદનો અભાવ જ છે, એ પ્રમાણે ચારિત્ર વિષયમાં (અપ્રમાદ) કરવો જોઈએ.
એ પ્રમાણે ‘સંસ્કૃત’ શબ્દની વ્યાખ્યા કરી. તેનાથી વિપરીત તે ‘અસંસ્કૃત’ હવે સૂત્રને અનુસરે છે.
તેમાં અસંસ્કૃત જીવિત છે, વૃદ્ધાવસ્થાથી યુક્તને કોઈ શરણ નથી. ‘પ્રમાદી ન થાઓ’ એમ કહેવાં છતાં પણ પુરુષાર્થપણાથી સર્વે ઐહિક - આમુષ્મિક ફળના નિબંધનપણાથી. તેના ઉપાર્જન પ્રતિ અપ્રમાદ ધારણ કરવો. એ પ્રમાણે કેટલાંકનો આશય છે તેના મત ખંડન માટે કહે છે–

Linked texts (1)