Pramāṇa · Search · About · API

Uttarajjhayana 357

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 357

Language
Gujarati

357

વિવેચન–૧૧૭
જે કોઈ પાપોપાદાન હેતુ અનુષ્ઠાનો વડે દ્રવ્ય મનુષ્યો - તેમાં જ પ્રાયઃ તેના અર્થોપાયમાં પ્રવર્તવાથી આમ કહ્યું. અર્થાત્‌ તેવું દ્રવ્ય સ્વીકારે છે. કોણ? ઉક્ત રૂપ કુમતિવાળા. અશોભન મત તે અમત - નાસ્તિકાદિ દર્શન અથવા અમૃત - આત્મામાં પરમાનંદ ઉત્પાદકપણાથી અને તેમાંથી અલ્પના અગ્રહણ વડે બાકીનું છોડીને જાય તેવા ધનરસિકોને જુઓ. તેઓ જાતે જ અશુભાનુભાવથી પ્રવૃત્ત કે પ્રવર્તિત થઈ પાપ કર્મ વડે ઉપાર્જિત ધનથી જ મૃત્યુના મુખમાં જાય છે. - X - X - તેમને જુઓ કર્મ-વૈરથી સતત અનુગત થઈને રત્નપ્રભાદિ નરકમાં તદ્ભવના ભાવિતાથી સમીપે જાય છે. અથવા સ્ત્રી આદિ પાશમાં પ્રવૃત્ત અથવા તેમના વડે પ્રવર્તિત એવા તે મનુષ્યો નરકમાં જાય છે. તેઓ દ્રવ્યનું ઉપાર્જન કરીને સ્ત્રી આદિમાં રમણ કરે છે, તેની અભિરતિથી નરકગતિમાં ભાગી થાય છે તેવો ભાવ છે.
આ સૂત્ર વડે ધન આ લોકમાં મૃત્યુના હેતુપણે અને પરલોકમાં નરક પ્રાપ્ત કરાવનાર હોવાથી તત્ત્વથી પુરુષાર્થ જ નથી. તેના ત્યાગથી ધર્મ પ્રતિ પ્રમાદ ન કરવો તેમ જાણવું. નરક પ્રાપ્તિ લક્ષણ અપાય પ્રત્યક્ષ રૂપ જણાતો નથી, તેથી મૃત્યુ લક્ષણ અપાય દર્શાવવાનું દૃષ્ટાંત કહે છે. તેમાં આ વૃદ્ધ સંપ્રદાય છે.
એક નગરમાં એક ચોર રાત્રિમાં વૈભવ સંપન્ન ઘરોમાં ખાતર પાડીને ઘણાં ધનને લઈને પોતાના ઘરના એક ખૂણામાં સ્વયં જ કૂવો ખોદીને, તેમાં તે દ્રવ્યને નાંખે છે. ઈચ્છિત શુલ્ક આપીને કન્યા સાથે વિવાહ કરીને પ્રસૂતા થતાં મારીને રાત્રિના તે જ કૂવામાં નાંખે છે. જેથી તેની પત્ની બાળકમાં પ્રરૂઢ પ્રણયવાળી થઈને રત્નો બીજાને ન આપે. એક સમય જાય છે.
કોઈ દિવસ તેણે એક કન્યા સાથે વિવાહ કર્યો. તે અતિ રૂપાળી હતી. તેણી પ્રસૂતા થઈ. તેને મારી નહીં, બાળક જનમ્યો, તે આઠ વર્ષનો થયો. તેણે વિચાર્યું, ઘણો કાળ આને રાખી, પહેલાં આને મારી નાંખું પછી બાળકને મારી નાંખીશ. પછી તેણીને મારીને કૂવામાં ફેંકી દીધી. તે બાળકે ઘરમાંથી નીકળીને હાહાકાર કર્યો. લોકો ભેગા થયા. બાળકે કહ્યું – આણે મારી માતાને મારી નાંખી.
રાજપુરુષોએ તે સાંભળ્યું. તેને પકડી લીધો. દ્રવ્યથી ભરેલો કૂવો જોયો. ઘણું જ ધન હતું. તેને બાંધીને રાજસભામાં લઈ ગયા, ઘણી યાતના આપી. બધું ધન લઈ લીધું. તેને કુમારથી મારી નાંખ્યો. એ પ્રમાણે બીજાને પણ ધન અનર્થ આપત્તિથી નરકમાં લઈ જનારું થાય છે. આ કર્મોનું અવંધ્યત્વ કહ્યું. આ જ અર્થને દૃઢ કરે છે–

Linked texts (2)