Uttarajjhayana 359
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 359
- Language
- Gujarati
359
વિવેચન–૧૧૮
સ્તેન - ચોર, સંધિ - ખાતર, તેનું દ્વાર. તેમાં પોતાના અનુષ્ઠાનો વડે, છેદાય છે. તે પાપ નિમિત્ત અનુષ્ઠાન સેવી, આવા કૃત્યોથી કેવો થાય? તે જણાવવા સંપ્રદાય - અર્થ કહે છે.
એક નગરમાં એક ચોર હતો. તેણે અભેદ્ય ગૃહના ચિત્તફલકના પ્રાકાર કપિશીર્ષક પાસે ખાતર પાડ્યું. ક્ષત્રો અનેક આકારના હતા. જેમકે કળશ આકૃતિ, નંદાવર્ત સંસ્થિત, પદ્માકૃતિ, પુરુષાકૃતિ. તેણે કપિશીર્ષકમાં રહેલ ક્ષત્રને ખોદીને ગૃહસ્વામી વડે જોવાયો. ત્યારપછી તે અડધો પ્રવેશેલો હતો ત્યારે બંને પગ પકડીને, તે પ્રવેશે નહીં, તે માટે પ્રહરણથી હણ્યો. ચોરે બહાર રહેલા હાથ વડે પકડ્યો. એ રીતે તે કપિશીર્ષક બંને વડે બળપૂર્વક બંને બાજુ ખેંચાવા લાગ્યું. તે ગૃહસ્વામી પોતાના કરેલા પ્રાકારના કપિશીર્ષકથી પડતા અત્રાણ થઈ વિલાપ કરવા લાગ્યો.
આ ઉદાહરણમાં દર્શાવેલા ન્યાયથી હે પ્રાણી! જુઓ. પરલોક તો દૂર રહો, આ જન્મમાં જ પોતાના કરેલા જ્ઞાનાવરણાદિ કર્મોથી મુક્તિ નથી. ઈશ્વર આદિ પણ તેના વિમોચન પ્રતિ અસામર્થ્યથી મુક્ત થતાં નથી. અન્યથા સકલ સુખીત્વને પામે છે. એટલે - જેમ આ અર્થગ્રહણ વાંછાથી પ્રવૃત્ત પોતાના કરેલા ક્ષત્રખનન રૂપ ઉપાય વડે કરીને, તેને સ્વકૃત કર્મથી મુક્તિ નથી, એ પ્રમાણે બીજા પણ તે-તે અશુભકારી અનુષ્ઠાનથી તેને વિમુક્તિ નથી. પણ તે અહીં જ ભોગવવા પડે છે. તેવા પ્રકારની બાધાના અનુભવથી ભોગવે છે. - X - X -
કરેલાં કર્મોનો મોક્ષ નથી, તેથી આલોકમાં અથવા પરલોકમાં કર્મોને અવશ્ય વેદવા પડે છે. અથવા હે પ્રાણીઓ! આલોક કે પરલોકમાં જે કારણે જીવો છેદાય છે, તે કારણથી કોઈ જ કાળે નિષેધ કરાયેલા કર્મો અર્થાત્ કુત્સિત અનુષ્ઠાન માટે અભિલાષ ન કરવો. તેને કરવાની વાત તો દૂર રહી, તેની અભિલાષા પણ ઘણાં દોષને માટે થાય છે. તેનો સંપ્રદાય આ છે –
એક નગરમાં એક ચોરે રાત્રિમાં દૂરવગાઢ પ્રસાદે ચઢીને કોઈ વિમાર્ગથી ખાતર પાડ્યું. ઘણું જ દ્રવ્ય લઈ ગયો. પોતાને ઘેર પહોંચ્યો. પ્રભાતમાં સ્નાન કરીને શુદ્ધ વાસગૃહ હતું ત્યાં ગયો. જેથી કોણ શું બોલે છે તે જાણી શકે. જો જ્યાં સુધી લોકો મને ઓળખી ન જાય. ત્યારે ફરી પણ પૂર્વ સ્થિતિથી હું ચોરી કરી, એમ વિચારીને તે જ ક્ષત્રસ્થાને ગયો.
ત્યાં ઘણાં લોકો ભેગા થયેલા, તે બોલતા હતા કે કઈ રીતે આ દુરારોહ પ્રાસાદે ચડીને વિમાર્ગેથી ક્ષત્ર (ખાતર) કરેલ હશે? કઈ રીતે ક્ષુલ્લક ક્ષત્ર દ્વારથી પ્રવેશેલ હશે? પાછો દ્રવ્ય લઈને નીકળેલ હશે?
તે આ સાંભળીને હર્ષિત થઈને વિચારે છે - આ સત્ય છે. હું આમાંથી કઈ રીતે નીકળેલો? પોતાના પેટ અને કમર જોઈને ક્ષત્રમુખને અવલોકે છે. તે રાજ નિયુક્ત કુશલ પુરુષોએ જાણ્યું. રાજા પાસે તેને લઈ જઈને શિક્ષા કરી. આ પ્રમાણે પાપકર્મનો અભિલાષ પણ દોષને માટે થાય છે.
આ કહેલાં કર્મોનું અવંધ્યત્વ કહ્યું તેમાં કદાચિત્ સ્વજનથી જ તેની મુક્તિ થશે અથવા અમુક્ત વિભજ્ય જ ઘનાદિવત્ ભોગવશે. એ પ્રમાણે કોઈ માને છે, તેથી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati