Uttarajjhayana 37
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 37
- Language
- Gujarati
37
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૮ + વિવેચન [૧/નિર્યુક્તિ-૪૮ + વિવેચન]
ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, પારિણામિક અને સાંનિપાતિક એ પ્રમાણે છ ભેદે અનાદેશ થાય છે. ૦ તેમાં ઉદય - શુભમાં તીર્થંકર નામ આદિ પ્રકૃતિ અને અશુભમાં મિથ્યાત્વ આદિને વિપાકથી અનુભવે, તેના વડે નિર્વૃત્ત તે ઔદયિક. - X - X - વિપાક અને પ્રદેશ અનુભવરૂપતાથી ઉદયના બે ભેદ છે. વિષ્કંભણનો ઉપશમ, તેના વડે નિર્વૃત્ત તે ઔપશમિક. ક્ષય - કર્મનો અત્યંત ઉચ્છેદ, તેના વડે નિર્વૃત્ત તે ક્ષાયિક. તથા ક્ષયોપશમમાં ક્ષય - ઉદયાવસ્થાનો અભાવ, ઉપશમ - ઉદયત્વને શાંત કરવું તે. આ ક્ષયોપશમ વડે નિર્વૃત્ત તે ક્ષાયોપશમિક. પરિણમન એટલે બધાં પ્રકારે જીવોનું અને સજીવોનું જીવત્વાદિ રૂપને અનુભવવું તે. સંનિપાત એટલે ઔદયિકાદિ ભાવોનો દ્વિ-આદિ સંયોગ. આ છ પ્રકારે થાય છે. અનાદેશ એટલે સામાન્ય. તેનું સામાન્યત્વ ઔદયિકાદિના ગતિ, કષાય આદિ વિશેષમાં અનુવૃત્તિ ધર્મકત્વથી છે. આ અનાદેશ વિષયક સંયોગો પણ છ જાણવા.
૦ હવે આદેશ વિષયક તેને જ ભેદથી કહે છે –