Uttarajjhayana 363
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 363
- Language
- Gujarati
363
વિવેચન–૧૨૦
દ્રવ્ય વડે સ્વકૃત કર્મોથી રક્ષણ પ્રાપ્ત થતું નથી. કોને? પ્રમત્તને અર્થાત્ મદ્ય આદિ પ્રમાદ વશને. ક્યાં? આ અનુભૂયમાનપણે પ્રત્યક્ષ જ જન્મમાં, અથવા પરભવમાં. અહીં પણ જન્મમાં કેમ રક્ષણને માટે ન થાય, તે વિશે વૃદ્ધ સંપ્રદાય બતાવે છે –
કોઈ એક રાજા ઈન્દ્ર મહોત્સવ આદિ કોઈક ઉત્સવમાં પોતાના નગરમાં નીકળે છે - ઘોષણા કરાવે છે કે, બધાં પુરુષોએ નગરથી નીકળી જવું. તેમાં પુરોહીત પુત્ર રાજવલ્લભ વેશ્યાગૃહમાં પ્રવેશેલો. ઘોષણા સાંભળવા છતાં નીકળ્યો નહીં. તેને રાજપુરુષોએ પકડી લીધો. દંડ આપવા છતાં તેને છોડ્યો નહીં. અભિમાનથી તેણે વિવાદ કરતાં રાજાની પાસે લઈ ગયા. રાજાએ પણ આજ્ઞા કરી કે તેને બાંધી દો. પછી પુરોહીત આવ્યો. તેણે કહ્યું - હું મારું સર્વસ્વ આપી દઉં છું. મારા પુત્રને મારશો નહીં. તો પણ તેને મુક્ત ન કર્યો. શૂળીએ ચડાવીને મારી નાંખ્યો.
એ પ્રમાણે બીજાને પણ ધન વડે અહીં કોઈ શરણ પ્રાપ્ત થતું નથી. તો બીજા જન્મમાં તો વાત જ ક્યાં રહી? તેની મૂર્ચ્છાવાળાને વળી તેનો અધિકતર દોષ કહે છે - તેમાં દીવ આ પદને સંસ્કારની અપેક્ષા વિના નિક્ષેપો કરવા નિર્યુક્તિકાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati