Uttarajjhayana 365
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 365
- Language
- Gujarati
365
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૦૭ + વિવેચન [૪/નિર્યુક્તિ-૨૦૭ + વિવેચન]
જળ વડે ધોઈ નાંખવાથી ક્ષયને પ્રાપ્ત કરાવે તે સંદીન. તેનાથી બીજો તે અસંદીન. તથા સંયોગિકા - જે તૈલવર્તી અગ્નિ સંયોગથી નિર્વૃત્ત. અસંયોગિમ - તેનાથી વિપરીત સૂર્યબિંબ આદિ. તે જ એક પ્રકાશક છે. એ પ્રમાણે જાણવું. અહીં પણ સંધિત એટલે સંયોજિત. તેનાથી વિપરીત તે અસંધિત - અસંયોજિત. આશ્વાસદ્વીપ અને પ્રકાશ દીપ, અનુક્રમે તેનો અહીં સંબંધ છે. તેમાં આશ્વાસદ્વીપ સંદીન અને અસંદીન બે ભેદે છે. તથા પ્રકાશદીપ સંયોગિમ અને અસંયોગિમ બે ભેદે છે. આ દ્રવ્યથી જ છે, તેથી વ્યામોહ દૂર કરવાને માટે કહે છે –
ભાવ વિષયક પણ બે ભેદે છે. પ્રથમ ભેદની અપેક્ષાથી આશ્વાસદ્વીપ અને પ્રકાશ દીપ. અર્થાત્ જેમ દ્રવ્યથી અપાર નીરધિમાં વિમગ્નને ક્યારે-ક્યારે આનો અંત થાય છે, એ પ્રમાણે આકુલિત ચિત્તવાળાને આશ્વાસન હેતુ તે આશ્વાસનદ્વીપ. એ પ્રમાણે સંસાર-સાગરને પાર ઉતરવાને માટે મન વડે અત્યંત ઉદ્વેગ પામેલા ભવ્યોના આશ્વાસન હેતુ સમ્યગ્દર્શન તે ભાવ આશ્વાસનદ્વીપ છે.
તેમાં દ્રવ્યદ્વીપ સમાન તરંગો વડે કૂવાદિ થકી આ વહન થાય, મગરાદિની માફક અનંતાનુબંધી ક્રોધાદિ વડે અતિ રૌદ્ર ધ્યાનથી પણ ઉપદ્રૂત ન થાય. જેમ તે દ્રવ્ય આશ્વાસદ્વીપ પલાળી દેવા વડે એક સંદીન છે, તેમ આ પણ ભાવ આશ્વાસદ્વીપ સમ્યગ્ દર્શન રૂપ કોઈને ક્ષાયોપશમિક કે ઔપશમિકને ફરી અનંતાનુબંધીના ઉદયમાં મિથ્યાત્વના ઉદયથી જળના ઉત્પીડનથી પલાળી દે છે. પછી તેના નિબંધન જળચર વડે અનેક દ્વન્દ્વો વડે ઉપતાપિત કરે છે, તેથી તેને સંદીન કહેવાય છે. જે ક્ષાયિક સમ્યક્ત્વ લક્ષણ છે, તે જલ ઉત્પીડનથી મિથ્યાત્વના ઉદયથી આક્રમિત થાય છે. તેથી જ તેમાં રહીને તેના નિબંધન આશયોથી કથંચિત્ જોડાતો નથી. આ અસંદીન ભાવદ્વીપ.
જેમ અંધકાર વડે અંધીકૃત છતાં પણ પ્રકાશ દીપ. તેની પ્રકાશ્ય વસ્તુને પ્રકાશે છે, તેમ અજ્ઞાન મોહિત જનોને જ્ઞાન પણ ભાવ પ્રકાશ દીપ કહેવાય છે. આ પણ એક સંયોગીમ છે, અન્યથા અન્ય છે. તેમાં જે શ્રુતજ્ઞાનરૂપ ભાવદીપ છે, તે અક્ષર પદ પાદ શ્લોકાદિ સંહતિથી નિર્વર્તિત છે, તે સંયોગિમ છે અને જે અન્ય નિરપેક્ષા નિરપેક્ષપણાથી જે સંયોગિમ નથી, તે કેવળજ્ઞાન રૂપ અસંયોગી ભાવ દીપ છે.
સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ વડે ‘દીવ’ એ સૂત્ર પદની વ્યાખ્યા કરી. અહીં પ્રકાશ દીપ વડે અધિકાર છે. તેથી - પ્રકર્ષ વડે નષ્ટ, દૃષ્ટિથી અગોચરાને પામેલ. તે પ્રણષ્ટ દીપ તેની જેમ છે. તેનું દૃષ્ટાંત કહે છે –
જેમ કોઈ ધાતુવાદી દીપક સહિત અગ્નિ અને ઈંધણ લઈને બિલમાં પ્રવેશ્યો, તેમાં પ્રમાદથી તેના દીપ અને અગ્નિ ઠરી ગયા. ઠરેલા દીપ અને અગ્નિ વડે ગુફાના અંધકારમાં મોહિત થઈ અહીં-તહીં બધે પરિભ્રમણ કરે છે, તેમાં અપ્રતિકાર મહાવિષવાલા સર્પે ડંસ દીધો. ઉંડી ખીણમાં જઈને તે પડ્યો. ત્યાં જ તે મૃત્યુ પામ્યો.
એ પ્રમાણે અનંત ભવોની અપેક્ષાથી પ્રાયઃ તેના અપગમ રહિતતાથી, જેના વડે મોહાય તે મોહ - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય રૂપ, તેના વડે - અનંત મોહને કારણે નૈયાયિક એટલે, મુક્તિ જેનું પ્રયોજન છે તેવો સમ્યગ્ દર્શનાદિ મોક્ષમાર્ગ, જોવા છતાં - ઉપલભ્ય થવા છતાં, અદૃષ્ટ અર્થાત્ તેના દર્શન ફળનો અભાવ થાય છે. અથવા અદૃષ્ટ જ થાય છે.
અહીં એવું કહે છે કે – જેમ તે ગુફાની અંદર પ્રમાદથી નાશ પામેલા દીપની જેમ પહેલાં ઉપલબ્ધ વસ્તુ તત્વ છતાં પણ દીપના અભાવે તે અદૃષ્ટ થાય છે. તેમ આ પ્રાણી પણ કંઈક કર્મના ક્ષયોપશમાદિથી સમ્યગ્ દર્શનાદિક મુક્તિમાર્ગને ભાવ પ્રકાશદીપથી શ્રુતજ્ઞાન રૂપ જોવા છતાં ઘન આદિની આસક્તિથી તેના આવરણના ઉદયથી અદૃષ્ટ જ થાય છે. તથા તે ઘન માત્ર તેના રક્ષણ માટે જ થતું નથી તેમ નહીં, પણ ત્રાણ હેતુ પ્રાપ્ત કથંચિત્ સમ્યગ્ દર્શનાદિને પણ હણે છે. આ પ્રમાણે ઘનાદિ સકલ કલ્યાણકારી થશે, તે આશંકામાં તેનું કુગતિ હેતુત્વ અને કર્મોનું અવંધ્યત્વ દર્શાવીને જે કરે તે કહે છે–