Uttarajjhayana 38
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 38
- Language
- Gujarati
38
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૪૯ + વિવેચન [૧/નિર્યુક્તિ-૪૯ + વિવેચન]
આદેશ વળી બે ભેદે છે, કઈ રીતે? અર્પિત વ્યવહાર અને અનર્પિત વ્યવહાર. અર્પિત એટલે ક્ષાયિકાદિ ભાવ, જેમાં જ્ઞાતા સ્વ-આધારે વિચારે છે, બોલે છે ઈત્યાદિ, અનર્પિત વસ્તુના સાધારણત્વમાં પણ નિરાધાર જ પ્રરૂપણાર્થે વિવક્ષિત છે, જેમકે – સર્વ ભાવ પ્રધાન ક્ષાયિક ભાવ છે. આના પણ ભેદો કહે છે – એક એક, તે અર્પિત વ્યવહાર. અનર્પિત વ્યવહાર વળી ત્રણ ભેદે છે – આત્મામાં, પરમાં, ઉભયમાં. અહીં પણ અનર્પિતની પ્રરૂપણા માત્ર સત્ત્વમાં છતાં અર્પિત પ્રતિપક્ષત્વથી જ અહીં ઉપાદાન છે. તેથી વસ્તુતઃ તેના અસત્વપણાથી તેનો કોઈ સાથે સંયોગ થતો નથી, તેથી તેના ભેદથી સંયોગભેદ થતો નથી. અર્પિતમાં સ્વ, પર, ઉભયથી ત્રણ ભેદ થાય છે. તેથી તેનો ત્રિવિધ સંયોગ કહ્યો છે. તેમાં આત્માર્પિત સંબંધન સંયોગ કહે છે –