Uttarajjhayana 371
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 371
- Language
- Gujarati
371
વિવેચન–૧૨૩
છન્દ - વશ, તેનો નિરોધ, તે છંદ નિરોધ - સ્વચ્છંદતાનો નિષેધ, તેના વડે મુક્તિને પામે છે. અહીં શું કહે છે? ગુરુની પરતંત્રતાથી પોતાના આગ્રહને યોજ્યા વિના, તેમાં પ્રવર્તમાન પણ સંક્લેશ રહિત રહે, તેનાથી તે કર્મબંધનો ભાગી ન થાય. પરંતુ અવિકલ ચારિત્રપણાથી તેની નિર્જરા વડે જ પામે છે. અપ્રવર્તમાન છતાં આહારાદિમાં આગ્રહ ગ્રહના આકુલિત ચિત્તથી અનંત સંસારિતા આદિ અનર્થના ભાગી થાય છે. તેને સર્વથા તેના પરતંત્રપણાથી મુમુક્ષુ વડે વિચારવું. કેમકે તે જ સમ્યગ્ જ્ઞાનાદિ સકલ કલ્યાણના હેતુપણાથી છે.
કહ્યું છે કે - ‘તે જ્ઞાનનો ભાગી થાય છે અને દર્શન, ચારિત્રમાં સ્થિતતર થાય છે, તેઓ ધન્ય છે, જ્યાં સુધી તેઓ ગુરુકુલવાસ છોડતાં નથી.’ અથવા છન્દસા - ગુરુના અભિપ્રાયથી, નિરોધ - આહારાદિના પરિહારરૂપ છે, તે છંદનિરોધ. તેનાથી જ ઉક્ત ન્યાયથી મુક્તિ પામે છે. તેથી તે વસ્તુ વિષય અભિલાષા રૂપ ઈચ્છા કે છંદ, તેના નિરોધથી મુક્તિ થાય, કેમકે તે જ તેની વિબંધક છે.
લૌકીકો પણ કહે છે - જે કોટિ ગ્રંથો વડે કહેવાય, તે અર્ધશ્લોક વડે કહે છે, તૃષ્ણાનો જો પરિત્યાગ કરે છે, તો પરમપદને પામે છે.
અથવા છંદના પર્યાયરૂપે વેદ અને આગમ છે. તેથી છંદથી નિરોધ - ઈન્દ્રિયાદિ નિગ્રહરૂપ. તે છંદનિરોધ. તેનાથી મોક્ષ મેળવે છે. સર્વથા જીવિત પ્રતિ અનપેક્ષતાથી નહીં. - X - અહીં ઉદાહરણ આપે છે –
અશ્વ, જે શિક્ષિત હોય - દોડવું, કૂદવું આદિ શિક્ષા ગ્રાહિત હોય. તથા તેના શરીરને કવચ વડે આચ્છાદિત કરેલ હોય. એ રીતે તે શિક્ષિત અને વર્મધારી હોય. અહીં શિક્ષક તંત્ર વડે સ્વતંત્રતાનો અપોહ કહ્યો. તેનો આ અર્થ છે - જેમ અશ્વ સ્વાતંત્ર્યના વિરહથી પ્રવર્તમાન હોય તો તલવાર આદિથી વૈરી વડે હણાતો નથી, એ રીતે તે મુક્તિને પામે છે અને જો સ્વતંત્ર હોય, પહેલાંથી અશિક્ષિત હોય તો રણમાં હણાય છે.
અહીં સંપ્રદાયથી આ ઉદાહરણ છે –
એક રાજાએ બે કુલપુત્રોને એક-એક અશ્વ શિક્ષણ પોષણાર્થે આપ્યો. તેમાં એક કાલને ઉચિત યવસ યોગાસનથી સંરક્ષણ કરતો. દોડવું, લાલિત, કૂદવું આદિ કળા શીખવે છે. બીજો કુલપુત્ર અને ઈષ્ટ યવસ - યોગાસનને આપે છે. ઘાણીમાં વહન કરાવે છે, પણ શિક્ષા આપતો નથી. બાકીના પોતે ખાઈ જતો.
સંગ્રામકાળે તે બંનેને ઉપસ્થિત કરવા રાજાએ કહ્યું - તે બંને અશ્વો ઉપર બેસીને જલદીથી આવ્યા. રાજાએ તેમને કહ્યું કે - સંગ્રામમાં પ્રવેશ કરો. તેમાં જે પહેલો અશ્વ હતો તે શિક્ષાગુણપણાથી સારથિને અનુવર્તતો સંગ્રામ પારગ થયો. બીજો અશ્વ વિશિષ્ટ શિક્ષાના અભાવથી અસત્ ભાવના ભાવિત્વથી ઘઉં પીસવાના યંત્ર - ઘંટીની માફક ત્યાં જ ભમવાને લાગ્યો. તેથી બીજો હતસારથિ છે, એ પ્રમાણે કહીને પકડી લીધો. અર્થાત્ બંદી બનાવાયો.
દૃષ્ટાંતના અનુવાદપૂર્વક આ ઉપનય છે - આ અશ્વની માફક ધર્માર્થી પણ સ્વાતંત્ર્ય રહિત મુક્તિને પામે છે - X - આ કારણે કહેલ છે કે - સતત આગમોક્ત ક્રિયાનું આસેવન કર. કઈ રીતે? અપ્રમત્ત થઈને અર્થાત્ ગુરુ પારતંત્ર્યથી પ્રમાદનો પરિહાર કરીને. ચારિત્રથી જ અપ્રમાદ છે.
મુનિ - માને છે અર્થાત્ જાણે છે જીવાદિને તે - તપસ્વી. જલદીથી મોક્ષને પામે છે. શું છંદો નિરોધ છતાં પણ તત્ત્વથી અપ્રમાદાત્મક જ હોય, તો પછી તેમાં પુનરુક્તિ દોષ ન લાગે? તેનો ઉત્તર કહે છે કે - અપ્રમાદનો જ આદર કરવો, તે જણાવવાને માટે ઈત્યાદિથી પુનરુક્તિ ન કહેવી. આટલા પૂર્વ વર્ષોના આયુષ્યની ચારિત્ર પરિણતિ દર્શનાર્થે કહી છે.
જો છંદ નિરોધથી મુક્તિ છે, તો પણ અંત્યકાલે જ તેને આચરવું એવી શંકા જાય અથવા જો પછી મલનો ધ્વંસ કરનાર થાય, ત્યારે છંદ નિરોધાદિ તેના હેતુભૂત છે, તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati