Uttarajjhayana 373
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 373
- Language
- Gujarati
373
વિવેચન–૧૨૪
જે પહેલાથી જ અપ્રમત્તપણાથી ભાવિતમતિ ન થાય. તે તેવા સ્વરૂપના છંદ નિરોધને પુવ્વમેવં - તેમાં એવં શબ્દની અહીં ઉપમા અર્થપણાથી પૂર્વની જેમ અંત્ય કાળથી અથવા મલના અપધ્વંસ સમયથી અભાવિતમતિપણાથી પ્રાપ્ત ન થાય. તેથી લાભની સંભાવના પણ ન કહી. તો પછી તેનો લાભ શું? અંત્યકાળે કે મલ અપધ્વંસ સમયમાં આ અનંતર અભિહિત સ્વરૂપ સમીપતાથી મપાય છે. - X - X - ઈત્યાદિ શાશ્વતવાદી કહે છે. તે શાશ્વતવાદીને - આત્મામાં મૃત્યુને અનિયત કાળ ભાવીને જોતાં નથી. અહીં આમ કહે છે - જે ‘છંદ નિરોધના ઉત્તરકાળે જ હું કરીશ.’ એમ કહે છે, તે અવશ્ય શાશ્વતવાદી છે.
તેઓ આ પ્રમાણે પ્રજ્ઞાપના કરે છે - જેમ કે હે ભદ્ર! આ તમે તે કાળથી પૂર્વે આ ઉક્ત હેતુથી સમસ્તિ નથી. તે રીતે ઉત્તરકાળે પણ આ પ્રમાદી એવા તને થતું નથી. અથવા જે આ ઉપમા તે જ્ઞાનની ઉપમા - સંપ્રધારણા કે જે પછીથી ધર્મ કરીશું, તે શાશ્વતવાદીને અર્થાત્ નિરૂપક્રમ આયુષ્યવાળાને, જે નિરુપક્રમ આયુષ્યપણાથી આત્માને શાશ્વત માને છે, તેમને યોજવા છતાં પાણીના પરપોટા સમાન આયુષ્યવાળાને ન યોજવું. તે પ્રમાણે આ ઉત્તરકાળે પણ છંદ નિરોધને ન પામીને વિષાદ પામે છે કે - મેં કેમ સુકૃત ન કર્યા? હવે હું આવા અપાર ભવસાગરમાં ભમતો થઈશ, એવા પ્રકારની વિકળતાને અનુભવે છે. ક્યારે? આત્મપ્રદેશોને છોડતી વખતે. મનુષ્ય ભવોપગ્રાહી આયુષ્ય કર્મો પૂરા થતાં. અથવા મૃત્યુ વડે સ્વસ્થિતિના ક્ષયરૂપ લક્ષણથી. સમય વડે યુક્ત તેમાં ઔદારિક કાયરૂપ શરીરના પૃથક્ભાવમાં બધું પરિશાટિત થાય. આનું ઐદમ્પર્ય આ છે-
પહેલાંથી જ પ્રમાદવાળા ન થવું જોઈએ. કહે છે કે - આજે શું કે કાલે શું? જવાનું જ છે. એમ જાણવા છતાં મૂઢ તેમાં મોહથી સુખે સૂવે છે. તો શું તે પૂર્વે જ હોય, પછીથી છંદ નિરોધ પ્રાપ્ત ન થાય?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati