Uttarajjhayana 375
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 375
- Language
- Gujarati
375
વિવેચન–૧૨૫
તત્ક્ષણ જ સમર્થ થતાં નથી. શું કરવાને? પ્રાપ્ત કરવાને, કોને? વિવેકને, દ્રવ્યથી બહારના સંગના પરિત્યાગ રૂપ અને ભાવથી કષાયના પરિહારરૂપ. અકૃત પરિકર્મા જલદીથી તેનો પરિત્યાગ ન કરી શકે. અહીં બ્રાહ્મણીનું ઉદાહરણ છે – એક બ્રાહ્મણ પરદેશ જઈને શાખા પારગ થઈને પોતાના દેશમાં આવ્યો. તેને બીજા બ્રાહ્મણે પ્રચૂર પ્રલાલિત કરીને કન્યા આપી. તે લોકો પાસેથી દક્ષિણા પામતો હતો. અતિશય વૈભવ વધતાં, તેણે તેની પત્નીને માટે ઘણાં અલંકારો કરાવ્યા. તેણી નિત્ય અલંકારથી મંડિત થઈને રહેતી હતી. તેણે પત્નીને કહ્યું - આ પ્રત્યંત ગામ છે, તેથી આ આભરણોને તિથિ કે પર્વમાં ધારણ કર. કદાચિત્ ચોર આવી જાય ત્યારે સુખેથી ગોપવી શકાય. તેણી બોલી કે હું તે વેળાએ જલદીથી આભૂષણોને દૂર કરી દઈશ.
કોઈ દિવસે ત્યાં ચોરો આવી પહોંચ્યા. તે જ નિત્ય શણગારાયેલ રહેતી સ્ત્રીના ઘરમાં પ્રવેશ્યા. તેણીને અલંકાર સહિત પકડી લીધી. તેણી પ્રણીત ભોજત્વથી માંસલ અને પુષ્ટ હાથ-પગવાળી થઈ ગઈ હોવાથી કટક આદિ આભૂષણને કાઢવા સમર્થ ન થઈ. ત્યારે ચોરોએ તેણીના બંને હાથ છેદીને કડલાં વગેરે કાઢી લીધાં. લઈને નીકળી ગયા.
એ પ્રમાણે બીજા પણ પૂર્વે પરિકર્મ ન કરેલાં તત્કાલ તેનો ત્યાગ કરવા સમર્થ થતાં નથી. મલનો અપધ્વંસ તો ઘણો દૂર રહ્યો. અહીં મરુદેવી માતાનું ઉદાહરણ ન કહેવું. કેમકે તે આશ્ચર્યરૂપ ઘટના છે. એવા તીવ્ર ભાવો મોટા ભાગનાને સંભવતા નથી.
એ પ્રમાણે સમ્યક્ પ્રવૃત્તિથી ઉઠીને ‘પછી છંદ નિરોધ કરીશ.’ એ પ્રમાણે આળસના ત્યાગમાં ઉદ્યમ કરવો. તથા પ્રકર્ષથી - મન વડે પણ તેના અચિંતનરૂપથી ઈચ્છાદમન રૂપ કામોને તજીને, સમસ્ત પ્રાણી સમૂહને સમ્યક્ રીતે જાણીને, કઈ રીતે? શત્રુ અને મિત્રને સમપણે, ક્યાંય પણ રાગ-દ્વેષ કર્યા વિના, તથા મહર્ષિ થઈને - એકાંત ઉત્સવરૂપ પણાથી મોક્ષ, તેને ઈચ્છવાના સ્વભાવવાળા અથવા મહૈષી થઈને. એટલે કે વિષયના અભિલાષ રહિતતાથી નિયાણાયુક્ત ન થઈને આત્માનું રક્ષણ કરે. કોનાથી? કુગતિગમન આદિ અપાયોથી, તે આત્મરક્ષી કહેવાય. અથવા સ્વીકાર કરે છે આત્મહિત જેના વડે તે આદાન - સંયમ, તેનું રક્ષણ કરનાર, અપ્રમત્ત - પ્રમાદ રહિત થઈને વિચરે. અહીં પ્રમાદના પરિહાર અને અપરિહારમાં આલોક સંબંધી ઉદાહરણ - કોઈ વણિક્ મહિલાનું બતાવેલ છે. તે આ પ્રમાણે છે –
એક વણિક સ્ત્રી હતી. તેનો પતિ પરદેશ ગયેલો. શરીર શુશ્રૂષાથી રક્તા એવી તેણી દાસ-નોકર-કર્મકર આદિને પોત-પોતાના અભિયોગમાં નિયોજતી ન હતી. તેઓને કાળ પ્રમાણે ઈષ્ટ હોય તેવો આહાર કે આજીવિકા આપતી ન હતી. તેથી તે બધાં નાસી ગયા. કર્માન્ત પરિહાનિથી વૈભવની પરિહાનિ થઈ.
વણિક આવ્યો. આ પ્રમાણે વૈભવની પરિહાનિ આદિ જોઈને તે સ્ત્રીને ઘરમાંથી કાઢી મૂકી.
ત્યારપછી બીજી સ્ત્રીને પુષ્કળ શુલ્ક આપીને તેણી સાથે વિવાહ કર્યો. ત્યારે તેના સ્વજનોએ કહ્યું કે - જે પોતાને રક્ષે છે, તે પરિણિત રહી શકશે. તેણીએ તે વાત સ્વીકારી. વણિક સાથે વિવાહ કરીને તેણી રહી, પછી વણિક વાણિજ્યને માટે ગયો. તેણી પણ દાસ, નોકર, કર્મકરાદિને આદેશ આપીને કામ કરાવતી હતી. તેઓને પૂર્વાહ્ણ આદિ કાળે ભોજન આપતી હતી. મીઠી વાણી વડે ઉત્સાહિત કરતી હતી. તેમને વેતન પણ કાળને બગાડ્યા વિના આપતી હતી. તેણી પોતાના શરીરની શુશ્રૂષારત પણ ન હતી. એ પ્રમાણે પોતાનાને રક્ષણ કરતી, પતિની રાહ જુએ છે. જ્યારે વણિક આવ્યો ત્યારે આ પ્રમાણે જોઈને સંતુષ્ટ થયો. તેણીને સર્વસ્વામિની બનાવી.
આ પ્રમાણે અહીં અપ્રમાદ ગુણને માટે અને પ્રમાદ દોષને માટે થાય છે. - X - પ્રમાદનું મૂળ રાગ-દ્વેષ છે, તેથી સોપાય તેનો પરિહાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati