Uttarajjhayana 377
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 377
- Language
- Gujarati
377
વિવેચન–૧૨૬, ૧૨૭
વારંવાર આ સતત પ્રવૃત્તિ ઉપલક્ષણ છે. મોહ પામે છે - જાણવા છતાં પણ પ્રાણીને આકુલ કરે છે, પ્રવર્તાવે છે, અન્યથા કરે છે તે મોહ, તેના ગુણો, તે મોહગુણો - તેના ઉપકારી શબ્દાદિ, તેનો અભિભવ કરે છે. અર્થાત્ અવિચ્છેદથી તેના જયમાં પ્રવર્તે અથવા કથંચિત્ મોહનીયના અત્યંત ઉદયથી એકદા તેના વડે પરાજિત થવા છતાં, ફરી-ફરી તેના જય પ્રતિ પ્રવર્તમાન, પણ તેથી જ વિમુક્ત સંયમ ઉદ્યોગ-ઉદ્યમી ન થાય.
અનેકવિધ કઠોર વિષમ સંસ્થાનાદિ ભેદરૂપ - આનું સ્વરૂપ હોવાથી અનેક રૂપા શ્રમણો વિચરે છે. ફાસ - પોતપોતાની ઈન્દ્રિયોના ગૃહમાણપણાથી સ્પર્શે છે, માટે સ્પર્શો - શબ્દ આદિ તેના ગ્રહણ કરવાપણાથી સંબંધ કરે છે. અસમંજસ - અનનુકૂળ જ અથવા સ્પર્શન વિષયક - સ્પર્શો સ્પર્શે છે, સ્પર્શનું ઉપાદાન તેના દુર્જયત્વ વ્યાપિત્વથી છે.
તે સ્પર્શોમાં મુનિ, મનથી ઉપલક્ષણત્વથી વાચા ને કાયા વડે, અથવા મનથી પણ. માત્ર વચન અને કાયાથી નહીં. પ્રદ્વેષ ન કરે. અહીં શું કહેવા માંગે છે? કઠોર સંથારા આદિના સ્પર્શાદિમાં આપણે હણાઈએ છીએ કે ઉપતાપિત થઈએ છીએ, એ પ્રમાણે ન વિચારે કે ન તેવું બોલે કે ન તેનો પરિહાર કરે.
તથા મંદા૦ મંદ એટલે હિતાહિત વિવેકી છતાં પણ જનને બીજી તરફ લઈ જાય છે. સ્પર્શ - પૂર્વવત્ શબ્દીદ, ઘણું લોભાવે છે - વિમોહ ઉપજાવે છે તેથી બહુ લાભનીય. આના વડે અતિ આક્ષેપકત્વ જણાવ્યું. તેવા પ્રકારે ઘણાં જ લોભનીય છતાં પણ મૃદુ સ્પર્શ, મધુર રસ આદિમાં ચિત્ત ન પરોવે. - X - અથવા સંકલ્પ રૂપ જ મન છે. તેથી મનમાં સંકલ્પ પણ ન ધારણ કરે. તો પછી તેની પ્રવૃત્તિની તો વાત જ ક્યાં છે? અથવા મંદ-બુદ્ધિત્વથી કે મંદ ગમનત્વથી મંદા - સ્ત્રીઓ, તે જ સ્પર્શ પ્રધાનત્વથી સ્પર્શો. તેથી મંદ સ્પર્શો. ઘણાં કામીઓ લોભનીય - ગૃદ્ધિજનક છે. તેને બહુ લોભનયો કહે છે. તેવા પ્રકારના બહુલોભનીયોમાં મન પણ ન કરે. અહીં સ્ત્રીઓના જ બહુતર અપાય હેતુત્વથી અહીં કહે છે. તેથી કહે છે–
સ્પર્શેન્દ્રિયમાં પ્રસક્ત, બલવંત, મદથી ઉત્કટ, હાથણીમાં રક્ત થઈને મહાવતો વડે બંધાય છે.
આ પ્રમાણે પૂર્વ સૂત્ર વડે દ્વેષનો પરિહાર કહ્યો છે, આના વડે રાગનો પણ પરિહાર કહ્યો. તે કઈ રીતે થાય, તે કહે છે – નિવારણ કરે, કોનું? ક્રોધ - અપ્રીતિલક્ષણને. દૂર કરે, કોને? અહંકારરૂપ માનને. માયા - બીજાને છેતરવાની બુદ્ધિ રૂપ, ન કરે. અભિષ્વંગ સ્વભાવ લોભનો ત્યાગ કરે. તથા ક્રોધ અને માનના દ્વેષરૂપપણાથી, માયા અને લોભના રાગરૂપત્વથી તેનો નિગ્રહ જ. તેનો પરિહાર છે, તેમ વિચારવું.
અથવા સ્પર્શ પરિહારને જણાવતા ચોથું વ્રત કહ્યું. સૂત્રથી - X - મહાપ્રમાદરૂપ અબ્રહ્મનો નિરોધ કરેલ છે. તેના અભિધાનથી હિંસાદિનો નિરોધ પણ કહ્યો જ છે. આના વડે અર્થથી મૂળગુણ અભિધાન અને ક્રોધાદિ ન કરવાના ઉપદેશથી ઉત્તરગુણ કહ્યા. - X - X - જે આટલી ચારિત્રશુદ્ધિ કહી, તે સમ્યક્ત્વ વિશુદ્ધિને છોડીને નથી, તે અર્થને માટે આ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati