Uttarajjhayana 39
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 39
- Language
- Gujarati
39
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૦ + વિવેચન [૧/નિર્યુક્તિ-૫૦ + વિવેચન]
ઔપશામિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક એ ચારને નિશ્ચે આત્મ સંયોગ જાણવા. ૦ - X - X - આત્મસંયોગ - આત્મા અર્પિત સંબંધન સંયોગ, અહીં આત્મ શબ્દથી અર્પિતભાવ જ ધર્મ-ધર્મીના કંઈક અનન્યત્વથી કહેલ છે. વૃદ્ધો પણ કહે છે કે – આ જ જીવમય હોય છે. આ ભાવોથી જીવ અન્ય હોતો નથી. ઔપશમિકાદિ ભાવોને પૂર્વે અનાદેશથી કહ્યાં છતાં અહીં આદેશત્વથી કહ્યા તે સમ્યક્ત્વાદિ વિશેષ નિષ્ઠત્વથી વિવક્ષિત છે અથવા ભાવ સામાન્ય અપેક્ષાથી છે.