Pramāṇa · Search · About · API

Uttarajjhayana 380

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 380

Language
Gujarati

380

૦ ચોથું અધ્યયન કહ્યું. હવે પાંચમું આરંભે છે. તેનો આ સંબંધ છે –
અનંતર અધ્યયનમાં - X - મરણ સુધી અપ્રમાદનું વર્ણન કર્યું. તેથી મરણ કાળમાં પણ અપ્રમાદ ધારણ કરવો. તે મરણ વિભાગના પરિજ્ઞાનથી જ થાય છે. તેનાથી જ ‘બાળમરણ’ હેય અને પંડિત મરણાદિ ઉપાદેય છે, તેમ જાણે. તથા તત્ત્વથી અપ્રમત્તતા જન્મે છે. એ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વાર વર્ણવીને નામનિષ્પન્ન નિક્ષેપમાં ‘અકામ મરણીય’ એ નામ છે. કામ કરણનું પ્રતિપક્ષ તે અકામ મરણ. તેથી કામ અને મરણનો નિક્ષેપ કરવો જોઈએ. તે પ્રતિપાદિત કરવા નિર્યુક્તિકાર કહે છે –

Linked texts (2)