Pramāṇa · Search · About · API

Uttarajjhayana 382

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 382

Language
Gujarati

382

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૦૯ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૦૯ + વિવેચન]
દ્રવ્યનું મરણ તે દ્રવ્યમરણ, કુસુંભ અન્ન આદિમાં જાણવું. જે જેના પોતાના કાર્યને સાધવા પ્રતિ સમર્થરૂપ છે. તે તેનું જીવિત રૂઢ છે. તેનો અભાવ તે મરણ છે. તેથી કુસુંભાદિથી રંગવું વગેરે સ્વકાર્ય સામર્થ્ય તે જીવિત, તેનો અભાવ તે મરણ. - X - ક્ષેત્રમરણ - જે ક્ષેત્રમાં મરણ - ઈંગિની મરણાદિ વર્ણવાય કે કરાય તે. અથવા તે શસ્ય આદિ ઉત્પત્તિ ક્ષમત્વને હણે છે, ત્યારે તે ક્ષેત્રનું મરણ છે. કાલમરણ - જે કાળમાં મરણ વર્ણવાય છે કે કરાય છે, અથવા કાળના - ગ્રહ ઉપરાગાદિ વડે વૃષ્ટિ આદિ સ્વકાર્યને ન કરવું આ બંને સુગમપણે હોવાથી તત્ત્વથી દ્રવ્યમરણથી ભિન્ન નિર્યુક્તિકારે કહ્યું નથી. - X - X - ભાવ વિષયમાં નિક્ષેપમાં આયુષ્યનો ક્ષય જાણવો.
મરણ પણ ત્રણ ભેદે છે - (૧) ઓઘ મરણ - સામાન્યથી સર્વ પ્રાણીના પ્રાણ પરિત્યાગરૂપ થાય છે. (૨) ભવ મરણ - જે નારકાદિથી નરક આદિ ભવ વિષયપણાથી વિવક્ષિત છે. (૩) તદ્‌ભવિક મરણ - જેમાં જ મનુષ્ય ભવ આદિમાં મરીને ફરી તેમાંજ ઉપજીને જે મરે છે, તે વ્યાખ્યાનિકામ અભિપ્રાય. વૃદ્ધો આ રીતે વ્યાખ્યા કરે છે – તે ભાવ મરણ બે ભેદે છે - ઓઘ મરણ અને તદ્ભવ મરણ. - X - અહીં આમાંનો જેના વડે અધિકાર છે, તે કહે છે – મનુષ્ય ભવ ભાવી ભવ મરણ અંતર્વર્તી મનુષ્ય ભવિક મરણથી અધિકાર છે.
હવે વિસ્તારથી મરણ વક્તવ્યતા વિષયક બે દ્વારગાથા કહે છે –

Linked texts (1)