Pramāṇa · Search · About · API

Uttarajjhayana 383

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 383

Language
Gujarati

383

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૧૦, ૨૧૧ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૧૦, ૨૧૧ + વિવેચન]
મરણ વિભક્તિ - વિભાગ, તેની પ્રરૂપણા - પ્રદર્શન તે મરણવિભક્તિ પ્રરૂપણા કરવી. અનુભાગ - રસ, તે તદ્‌ વિષયક આયુકર્મનો. કેમકે તેમાં જ તેનો સંભવ છે. - X - તદ્‌ વિષય આયુકર્મ પુદ્ગલ રૂપ અગ્ર - પરિમાણ, તે પ્રદેશાગ્ર જાણવો. કેટલાં મરણો સ્વીકારે? મ્રિયતે - પ્રાણીઓ પ્રાણનો ત્યાગ કરે છે. એક સમયમાં કતિકૃત્વ - કેટલીવાર, એક-એક કહેવાનાર ભેદમાં ‘મરણે મરે છે’ તે જોડવું. - X - કેટલી સંખ્યાવાળો ભાગ મરે છે? સર્વે જીવોને પ્રતિસમય કે નિરંતર. અંતર - વ્યવધાન, અંતર સહિત વર્ણે તે સાંતર. આમાંના કેટલા નિરંતર અને કેટલાં સાંતર છે? તથા એક-એકનો કેટલો પરિમાણ કાળ સંભવે છે? આ બંને ગાથાનો અક્ષરાર્થ કહ્યો.
ભાવાર્થ તો નિર્યુક્તિકાર પોતે કહેશે. તેમાં પહેલું દ્વાર કહે છે –

Linked texts (1)