Pramāṇa · Search · About · API

Uttarajjhayana 386

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 386

Language
Gujarati

386

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૧૫ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૧૫ + વિવેચન]
અનુસમય નિરંતર અવીચિ સંજ્ઞિત તે પાંચ ભેદે છે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને સંસાર. ૦ સમયે આશ્રીને, આ વ્યવહિત સમયને આશ્રીને પણ હોય, તેવી ભ્રાંતિ ન થાય, તેથી કહે છે - નિરંતર, આંતર નહીં. કેમકે અંતરાલ અસંભવ છે. તે આવા પ્રકારે કેમ છે? ‘અવીચિ સંજ્ઞિત.’ પ્રતિસમય અનુભવાતું આયુષ્ય, બીજા આયુષ્યના દલિકોના ઉદયથી પૂર્વ-પૂર્વ આયુ દલિકોની વિચ્યુતિ (નાશ) રૂપ અવસ્થા જેમાં છે. તેથી આવીચિ. તેનાથી આવીચિ એવી સંજ્ઞા થઈ, તેનાથી આવીચિ સંજ્ઞિત.
અથવા વીચિ - વિચ્છેદ, તેના અભાવથી વીચિ, તેનાથી સંજ્ઞિત. ઉભયમાં પ્રક્રમથી મરણ, અથવા ‘સંજ્ઞિત’ શબ્દ બધાં સાથે જોડાય છે. તેથી અનુસમય સંજ્ઞિત - નિરંતર સંજ્ઞિત. અવીચિ સંજ્ઞિત તે ઐકાર્થિક છે.
તે આવીચિમરણને પાંચ પ્રકારે ગણધરાદિએ પ્રતિપાદન કરેલ છે. આના વડે પરતંત્રતા જણાવી છે. તે જ કહે છે - દ્રવ્ય એટલે દ્રવ્ય આવીચિમરણ. ક્ષેત્ર આવીચિમરણ ઈત્યાદિ પાંચ કહ્યા. તે આ પ્રમાણે –
દ્રવ્ય આવીચિમરણ તે જે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના ઉત્પત્તિ સમયથી આરંભીને પોત-પોતાના આયુ કર્મના દલિકોનો અનુરામય અનુભવથી જે વિઘટન, તે નારકાદિ ભેદથી ચાર પ્રકારે છે. એ પ્રમાણે નરકાદિ ચાર ગતિની અપેક્ષાથી તે વિષયના ક્ષેત્રમાં પણ ચાર ભેદ જ છે. તેથી તેના પ્રાધાન્યની અપેક્ષાથી ક્ષેત્ર આવીચિમરણ પણ ચાર ભેદે છે.
‘કાળ’માં જેમ આયુકાળ ગ્રહણ કરાય છે. અદ્ધાકાળ નહીં. કેમકે તેનો દેવાદિમાં અસંભવ છે અને તે દેવાયુષ્ક કાળાદિ ભેદથી ચાર પ્રકારે છે. તેથી તેના પ્રાધાન્યની અપેક્ષાથી કાળ આવીચિમરણ પણ ચાર ભેદે છે. તેમના જ નારકાદિના ચતુર્વિધ આયુક્ષયના લક્ષણથી ભાવ પ્રાધાન્યની અપેક્ષાથી ભાવ આવીચિ મરણ ચાર ભેદે જ કહેવું. ૦ હવે અવધિમરણ કહે છે –

Linked texts (1)