Pramāṇa · Search · About · API

Uttarajjhayana 40

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 40

Language
Gujarati

40

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૧ + વિવેચન [૧/નિર્યુક્તિ-૫૧ + વિવેચન]
ઔદયિક ભાવને વર્જીને જે સાન્નિપાતિક ભાવ છે તેના અગિયાર સંયોગ, આત્મસંયોગ છે. ૦ સંયોગ - બે આદિ મિલનરૂપ જેમાં છે તે અગિયાર સંયોગ. સૂત્રના આ વિષયના સૂચકપણાથી જે સંયોગ છે તે. આ પણ માત્ર ઔપશમિકાદિ સંયોગ નથી. પણ પૂર્વવત્‌ આત્માર્પિત સંયોગ છે. અગિયાર સંયોગો આ પ્રમાણે થાય - ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિકના ચારના છ દ્વિક સંયોગ, ચાર ત્રિકસંયોગ, એક ચતુષ્કસંયોગ. એ બધાં મળીને ૧૧ સંયોગ થાય. હવે બાહ્યાર્પિત સંબંધન સંયોગ –