Uttarajjhayana 390
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 390
- Language
- Gujarati
390
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૧૮, ૨૧૯ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૧૮, ૨૧૯ + વિવેચન]
લજ્જા, ગૌરવ કે બહુશ્રુત મદ વડે જે દુશ્ચરિત છે, તે જેઓ ગુરુને કહેતા નથી. તેઓ આરાધકો થતા નથી. ગારવ રૂપી પંકમાં ડૂબેલા જેઓ બીજાને અતિચાર કહેતા નથી, તેમને દર્શનાદિ સશલ્ય મરણ થાય છે.
તેમાં લજ્જા - અનુચિત્ત અનુષ્ઠાન સંવરણ રૂપ, ગૌરવ - સાતા, રસ, ઋદ્ધિના અભિમાન રૂપ, આલોચનાર્હ આચાર્ય પાસે જઈને તેમને વંદનાદિ વડે, તેમણે કહેલ તપ અનુષ્ઠાન ન સેવીને ઋદ્ધિ રસ સાતા ભાવનો સંભવ છે. ‘હું બહુશ્રુત છું’, તો અલ્પશ્રુતવાળા એવા આની પાસે કેમ મારું શલ્ય ઉદ્ધરીશ? હું આને કેમ વંદનાદિ કરીશ? આ મારી અપભ્રાજના જ છે. એવા અભિમાનથી જે ગુરુ કર્મ્મો ન આલોચે. કોની પાસે? આલોચનાર્હ આચાર્યાદિ પાસે તે કેવું? દુરનુષ્ઠિત છે.
અનંતર ઉક્ત રૂપે આરાધતા નથી - અવિકલતાથી સમ્યગ્ દર્શનાદિને નિષ્પાદન કરે તો આરાધક થાય, તેમ ન કરવાથી ન થાય. શા માટે ન આરાધે? ગૌરવ પંક સમાન કાલુષ્ય હેતુતાથી તેમાં ડૂબેલા, લજ્જા અને મદને કારણે પણ જાણવું, પરંતુ જે આ ગૌરવનું ઉપાદાન કર્યું, તે આના અતિ દુષ્ટપણાને જણાવે છે. જેઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર વિષયક અપરાધો આચાર્યાદિને કહેતા નથી. તેમાં દર્શન વિષયક તે શંકાદિ, જ્ઞાન વિષયક તે કાળ અતિક્રમ આદિ, ચારિત્ર વિષયક તે સમિતિ આદિ ન પાળવા રૂપ. શલ્ય - કાલાંતરે પણ અનિષ્ટ ફળ વિદ્યા ન પ્રતિ અવંધ્ય-પણાથી, તેના સહિતનું મરણ તે સશલ્ય - અંતઃશલ્ય મરણ થાય.
હવે અત્યંત પરિહાર્યતાને જણાવવા માટે કહે છે –