Pramāṇa · Search · About · API

Uttarajjhayana 392

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 392

Language
Gujarati

392

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૨૧ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૨૧ + વિવેચન]
મુક્ત્વા - છોડીને, કોને? અકર્મભૂમિજા એટલે દેવકુરુ અને ઉત્તરકુરુ આદિમાં ઉત્પન્નપણાથી જે મનુષ્ય અને તિર્યંચ છે તેને. કેમકે તેમનો જ તદ્ભવ પછી દેવોમાં ઉત્પાદ થાય છે. દેવો ચાર નિકાયવર્તી હોય. નરકમાં થાય તે નૈરયિક, તેમને પણ છોડીને. તે દેવોની તે ભવ પછી તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પત્તિ થાય. કર્મભૂમિ જ મનુષ્ય અને તિર્યંચ જીવોને તદ્ભવ મરણ થાય, તેમાં જ ફરી ઉત્પન્ન થાય. તેથી જે ભવમાં જીવો વર્તતા હોય, તે ભવને યોગ્ય જ આયુ બાંધીને ફરી તેના ક્ષયથી મરતાને થાય. અહીં તુ શબ્દ તેના સંખ્યેય વર્ષાયુષ્‌ જ એવું વિશેષ જણાવવાને માટે છે. અસંખ્યેય વર્ષ આયુવાળાને યુગલ ધાર્મિકપણાથી કર્મભૂમિકોની માફક દેવોમાં જ ઉત્પાદ હોય. તેમાંથી કેટલાંક તદ્ભવોત્પાદ રૂપ આયુઃકર્મ ઉપચિત કરે છે.
આ અંતરમાં ‘મોત્તણ ઓહિમરણં’ ઈત્યાદિ ગાથા દેખાય છે. તેનો ભાવાર્થ સારી રીતે જાણી શકાતો નથી. ચૂર્ણિકારે પણ આની વ્યાખ્યા કરી નથી - (આ પ્રમાણે વૃત્તિકાર કહે છે) હવે બાલપંડિત મિશ્ર મરણના સ્વરૂપને કહે છે –